Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

જીવીત દર્દીના સ્વજનને તેમના દર્દીનું મરણ થયું છે તેવું જણાવાયું તે બનાવમાં

સરખા નામને કારણે ભુલ થઇ હતીઃ ક્ષતિ સુધારી લેવાઇ હતી

પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષકની સ્પષ્ટતા

રાજકોટ તા. ૯: પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના તબિબી અધિક્ષકશ્રીઍ ઍક નિવેદનથી જણાવ્યું છે કે પીડીયુ હોસ્પિટલ રાજકોટ ખાતે કોવિડ-૧૯ મહામારી અંતર્ગત દર્દીઓનો ખુબ જ મોટા પ્રમાણમાં ધસારો રહે છે. દર્દીઓની સારવારમાં તબિબો, ન‌ર્સિંગ સ્ટાફ અને વર્ગ-૩ તથા વર્ગ-૪ના કર્મચારીઓ દિવસ-રાત ઍક કરી સતત કામગીરી કરી રહ્યા છે.  તા. ૮-૦૪-૨૧ના રોજ કોવિડ-૧૯ના વોર્ડમાં બે દર્દીઓના નામ સરખા હોવાથી શરતચુકથી જીવીત દર્દીના સ્વજનને તમના દર્દીનું મૃત્યુ થયું છે તેમ જણાવવામાં આવ્યું હતું.

હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ ક્ષતિ તુરત જ સુધારી લેવાઇ હતી અને તેમના સગાને જાણ કરવામાં આવી હતી કે તમારા દર્દી જીવીત છે. બીજી તરફ ઍવા સમાચારો વહેતા થયા હતાં કે રાજીબેન વરૂના સગાને બીજા વ્યક્તિનું મૃત શબ વિધી કરવામાં આપવામાં આવ્યું...આ વાત તદ્દન પાયા વિહોણી અને ખોટી છે. તેમ વધુમાં તબિબી અધિક્ષકશ્રીઍ લેખિત યાદીથી જણાવ્યું છે.

(11:53 am IST)