Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

બજરંગવાડીના વિપુલભાઇ સોલંકીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૯: બજરંગવાડી શેરી નં. ૧૦માં રહેતાં વિપુલભાઇ અનિલભાઇ સોલંકી (ઉ.વ.૪૫) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વિપુલભાઇ બે ભાઇમાં નાના હતાં અને ઘરે બેઠા સ્ક્રીન પ્રિન્ટીંગનું કામ કરતાં હતાં. પિત્તાશયનું ઓપરેશન કરાવ્યું એ પછી તે બિમાર રહેતાં હતાં. તેમ પરિવારજને જણાવ્યું હતું.

(11:30 am IST)