Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભૂપત બોદરની રજુઆત લેખેઃ વહીવટી તંત્રમાં હલચલ

જિલ્લા પંચાયત સિમેન્ટ રોડ પ્રકરણના પડઘાઃ ઇજનેર પરમારની બદલી

સિંચાઇના વી. ડી. નકુમ પાસેથી હવાલો છીનવાયોઃ ભીમજીયાણીને સોંપાયો

રાજકોટ તા. ૯: જિલ્લા પંચાયત કચેરીમાં સિમેન્ટ રોડના નબળા કામ બાબતે પ્રમુખ ભૂપત બોદરે પર્દાફાશ કર્યા બાદ તેમની રજુઆત મુજબ સરકારે બાંધકામ વિભાગના ઇજનેર બી. ડી. પરમારની બદલી કરી નાખી છે. તેમને ગાંધીનગર આદિજાતિ વિકાસ વિભાગમાં મુકી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને કોની નિમણુંક થઇ અથવા ચાર્જ અપાયો તે ટુંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.

સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરનાં હવાલો ધરાવતા વી. ડી. નકુમ સામેની ખેડુતોની ફરીયાદને ભૂપત બોદરે સરકારમાં વાચા આપતા તેમની પાસેથી સિંચાઇનો વધારાનો હવાલો પરત લઇને નાયબ કાર્યપાલક ઇજનેર બી. પી. ભીમજીયાણીને સોંપાયાં છે. પ્રમુખની રજુઆતને વિજયભાઇ રૂપાણીએ ત્વરિત પ્રતિસાદ આપ્યો છે અન્ય કેટલીક ફરીયાદો બાબતે પણ પ્રમુખ ખાનગી રાહે તપાસ કરી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં રાજકીય પરિવર્તનની સાથે વહીવટી પરિવર્તન પણ શરૂ થતા વહીવટી તંત્રમાં ચોકકસ પ્રકારની વૃતિ ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે.

(11:27 am IST)