Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોનાં સામે લડવા મ્યુ. કોર્પોરેશન દ્વારા તાત્કાલીક ૭૩ મેડિકલ ઓફીસરની ભરતી થશેઃ ર૧મીએ વોક ઇન ઇન્ટરવ્યુ

૭૩ ના પેરા મેડિકલ સપોટીંગ સ્ટાફની પણ ભરતી

રાજકોટ : વર્તમાન કોરોનાં સંક્રમણની સ્થીતિમાં રાજકોટ કોર્પોરેશને આરોગ્ય સેવા વધુ સુદૃઢ બનાવવા એમ. બી. બી. એસ. ની લાયકાત ધરાવતાં ૭૩ મેડીકલ ઓફીસરને ૩૦ હજારનાં ફીકસ પગાર સાથે ત્થા ૭૩ જેટલા પેરા મેડીકલ સપોટીંગ સ્ટાફની રૂ. ૧૦ હજારનાં પગારથી ભરતી કરવા નિર્ણય લીધો છેઃ ર૧ મીએ આ માટે સેન્ટ્રલ ઝોન કચેરીએ વોક ઇન ઇન્ટરવ્યુ માટે જાહેરાત પ્રસિધ્ધ કરાઇ છે

(4:21 pm IST)
  • કોરોનાનો ભરડો ભયંકર બનતો જાય છેઃઅમેરીકામાં વધુ બે ગુજરાતીના મૃત્યુ : વડોદરાઃ અમેરીકા ખાતે રહેલ વડોદરાના બે વ્યકિત શ્રી પંકજ પરીખ અને નિઝામપુરાના ૨૪ વર્ષના યુવાન શ્રી ચંદ્રકાંત અમીનના ન્યુજર્સી ખાતે કોરોના વાયરસ લાગુ થતા કરૂણ મુત્યુ નિપજયા છે. આમ વડોદરાના કુલ ૪ વ્યકિતના મોત થયા છે. આમ પંકજભાઇ છેલ્લા ૮ મહિનાથી યુ.એસ.એ.માં રહેતા હતા access_time 11:24 am IST

  • કોરોના વાઇરસ સામેનો જંગ : કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું : મેડિકલ ઉપકરણો ,તથા સારવાર માટે ,ઉપરાંત રાજ્ય સરકારોને રકમ ફાળવાશે access_time 8:04 pm IST

  • કોરોનાને પછડાટ આપતું કર્ણાટકઃ ૩જા સ્થાનેથી હવે દેશમાં ૧૧મા સ્થાને છે : બેંગલુરૃઃ કોવિડ-૧૯ કેસોમાં દેશમાં સતત ત્રીજા સ્થાને રહેલ કર્ણાટક હવે ત્યાંની સરકારના સતત પગલાઓ અને પ્રજાના સાથ સહકારને લીધે હવે કોરોનાના ફેલાવામાં ૧૧મા સ્થાને છે કોરોના સામેની લડતમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ માનવ-માનવ વચ્ચેનું અંતર જાળવવાના તથા લોકડાઉન નિયમનો પુરે પુરા પાળવાથી આ શકય બન્યું છે. અત્યારે કોરોના પ્રસરવાનો દર ખુબ ધીમો પડી ગયો છે. access_time 11:23 am IST