Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મુકુંદરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ

રાજકોટઃ હાલના કોરોના વાયરસ જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે મજુર વર્ગ, રોજમદારો, ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકોને ભોજન મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આવા કપરા સમયમાં રાજકોટના જયરાજ પ્લોટ સ્થિત શ્રી મુકુંદરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ, વૈષ્ણવાચાર્ય પ.પુ.ગો. ૧૦૮ શ્રી રવિન્દ્રકુમારજી મહોદયશ્રી (રવિન્દ્રબાવા) ના  સહયોગથી  જરૂરિયાતમંદ પરિવારોને શુધ્ધ અને સાત્વિક ભોજનના પેકેટ તૈયાર કરીને પહોંચાડવાનો અવિરત સેવાયજ્ઞ ચાલુ છે.

 આ સેવાયજ્ઞની મુલાકાત ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલે લીધેલ અને તેઓએ   આ સેવાયજ્ઞને બિરદાવી હતી. આ તકે વોર્ડ નં . ૭ ના ભાજપ અગ્રણી હર્ષદભાઇ રાણપરા, ભરતભાઇ પારેખ તેમજ વૈષ્ણવો પણ હાજર હતા. આ સેવાયજ્ઞમાં ચંદ્રકાંતભાઇ, હરિશભાઇ, ભાવેશભાઇ, બ્રિજેશભાઇ, ગિરિશભાઇ, ભાવનાબેન, બિંદિયાબેન, રંજનબેન વગેરે  સેવા આપી રહ્યા છે.

(3:57 pm IST)
  • રાજ્યમાં કોરોનએ કહેર વર્તાવ્યો : પાટણ જિલ્લામાં 7 નવા રિપોર્ટ પોઝિટિવ : સિદ્ધપુરના નેદ્રા ગામના 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ:નેદ્રા ગામમાં 3 કેસ હતા અને વધુ 7 કેસ નવા આવ્યા: પાટણ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 12 થયા access_time 8:27 pm IST

  • પોરબંદરના કોરોના સંક્રમિત મહિલા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી : કોરોના પોઝિટિવ 48 વર્ષના મહિલા સંપૂર્ણ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરાયા : ઘરે પહોંચતા લતાવાસીઓએ તાળીઓ પાડીને સ્વાગત કર્યું : મહિલાએ કહ્યું હિંમત રાખી કોરોના સામે લડવું : આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે access_time 9:56 pm IST

  • લોકડાઉન હટાવવો એએક મોટો પડકાર છેઃ ઝારખંડના મુખ્યમંત્રી હિંમત સોરેની સ્પષ્ટ વાત access_time 4:41 pm IST