Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકોટ રેલ્વેના મિકેનિકલ વિભાગ દ્વારા સફાઈ કામદારોને અનાજ-શાકભાજીનું વિતરણ

રાજકોટઃ ઘાતક મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને પ્રસરતો રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનના સમય દરમિયાન ગરીબો, શ્રમિકો, સફાઈ કામદારો, જરૂરીયાદમંદો વગેરેની સહાયતા કરવા માટે રાજકોટ મંડળ દ્વારા યથાયોગ્ય પ્રયાસ થઈ રહ્યા છે. ડીઆરએમ ઓફિસ કમ્પાઉન્ડમાં કોન્ટ્રેકટરોની નીચે કામ કરી રહેલા ૪૬ જેટલા જરૂરીયાતમંદ સફાઈ કામદારોને મિકેનીકલ વિભાગ દ્વારા લોટ, દાળ, ખાંડ, તેલ, મીઠુ, ચોખા, ચા, મમરા, બટેટા, ડુંગળી, ચણા અને શાકભાજી સહિતની રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથોસાથ રોકડ રકમ પણ આપવામા આવી હતી. ડિવીઝનલ મિકેનિકલ એન્જીનીયર એલ.એન. દહમા, સહાયક મિકેનિકલ એન્જીનીયર ગૌરવ સારસ્વત અને મિકેનિકલ વિભાગના કર્મચારીઓના આ સેવાકીય કાર્યમાં રાજકોટ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અધિકારી એમ.ડી. સાગઠિયા, ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના કમલ સોનવાણી અને ચેતન ઉપાધ્યાયનો સવિશેષ સાથ મળ્યો હતો. ડીઆરએમ ફુકવાલે સેવાકીય કાર્યને બિરદાવ્યુ હતું.

(3:53 pm IST)