Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા રાહતનિધિ ફંડમાં પ૧ હજારની સહાય

રાજકોટ : વિશ્વમાં આજે કોરોનાં વાયરસની મહામારી વધી રહી છે. આવી સ્થિતિમાં અગમચેતીનાં ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન કર્યુ છે. આવી કપરી પરિસ્થિતિમાં રાજયનાં જરૂરીયાતમંદ લોકોને પુરતી સહાયો મળી રહે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં રાજકોટની નામી-અનામી અનેક સંસ્થાઓ ભામાશા બની ને મુખ્યમંત્રી રીલીફ ફંડમાં દાનનો ધોધ વહાવી રહ્યા છે. ત્યારે ચાઇલ્ડ વેલ્ફેર કમીટીનાં ચેરમેન રક્ષાબેન બોળીયા, ભીમજીભાઇ પરસાણા, અરૂણભાઇ નિર્મળ, મનિષભાઇ પટેલ ડો. રશ્મિકાંતભાઇ ઉપાધ્યાય દ્વારા મુખ્યમંત્રી શ્રી રાહતનિધી ફંડમાં રૂપિયા પ૧ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કરેલ જે આજ રોજ રાહત ફંડનો ચેક રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનને અર્પણ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુમાં ચેરમેન રક્ષાબેન બોળિયાએ જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાં વાયરસની મહામારી એ ભરડો લીધો છે. ત્યારે ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાવચેતીનાં ભાગરૂપે અને લોકડાઉનમાં જરૂરીયાતમંદ લોકોને રાશન-દવા-ભોજન સમયસર મળતું રહે તે અંગેની ચિંતા વ્યકત કરી અનેકવિધ યોગ્ય નિર્ણયો લઇને જરૂરીયાતમંદ લોકોને મળતુ રહે તેવું સુચારૂ આયોજન કર્યુ છે. જે ખુબ જ પ્રસંસાનીય અને અભિનંદનીય છે.

(3:46 pm IST)
  • કોરોનાનો ભરડો ભયંકર બનતો જાય છેઃઅમેરીકામાં વધુ બે ગુજરાતીના મૃત્યુ : વડોદરાઃ અમેરીકા ખાતે રહેલ વડોદરાના બે વ્યકિત શ્રી પંકજ પરીખ અને નિઝામપુરાના ૨૪ વર્ષના યુવાન શ્રી ચંદ્રકાંત અમીનના ન્યુજર્સી ખાતે કોરોના વાયરસ લાગુ થતા કરૂણ મુત્યુ નિપજયા છે. આમ વડોદરાના કુલ ૪ વ્યકિતના મોત થયા છે. આમ પંકજભાઇ છેલ્લા ૮ મહિનાથી યુ.એસ.એ.માં રહેતા હતા access_time 11:24 am IST

  • વડોદરામાં વધુ ચાર કોરોના પોઝીટીવનાં કેસ: વડોદરા કલેક્ટરે વધુ 4 કેસની કરી પુષ્ટિ: વડોદરામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક 22 થયો access_time 1:24 pm IST

  • રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી : રાજકોટ શહેરમાં હાલ મહતમ નોર્મલ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રી ગણાય. બપોરે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. એકાદ બે દિવસમાં ગરમીમાં વધારો થશે access_time 4:17 pm IST