Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકુમાર કોલેજ દ્વારા ૩૯૦ પરિવારોને રાશન કીટનું વિતરણ

એક મહિના સુધી ચાલે તેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અપાઇઃરાજકોટની સંસ્થા ૨ હજાર રોટલી આપશે

રાજકોટઃ શિક્ષણની ઉચ્ચતમ ગુણવતા સાથોસાથ સામાજિક અને સેવા પ્રવૃતિઓમાં પણ અગ્રેસર એવી રાજકુમાર કોલેજ દ્વારા રાજકોટ જિલ્લાના રામપર નજીક આવેલા ૧૫૦૦ની વસ્તી ધરાવતા નાનકડા કખાના ગામના ૫૦ પરિવારોને પ્રર્વતમાન કોરોના વાઇરસની પરિસ્થિતીમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકુમારે કોલેજના પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારી તથા એડમીનીસ્ટ્રેટર ચાકો થોમસએ રાશન કીટનું વિતરણ કરતા ગ્રામજનોને લોકડાઉન દરમિયાન વહિવટી તંત્ર દ્વારા લેવાતા પગલાંઅનો અમલ કરવા અપીલ કરી હતી. આ પરિવારોને એક મહિના સુધી ચાલે તેલી જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ચોખા પાંચ કિલો, ઘઉંનો લોટ બે કિલો, દાળ અને કિલો,તેલ એક કિલો, ખાંડ એક કિલો, ચા ૫૦૦ ગ્રામ તથા એક કિલો નમકનું પેકીંગ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક ગ્રામજનોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્ય માટે ગામના સરપંચ ગોવર્ધનભાઇ તેમજ સરકારી શાળા આચાર્યા સપનાબેનનો સહકાર મળ્યો હતો. રાશન કીટ વિતરણ કરવામાં રાજકુમાર કોલેજના વાઇસ પ્રિન્સીપાલ અભિજીત દાસ, રાજકુમાર કોલેજ એસ.એસ.ડી.એસ કલબના સંદીપ દેશમુખ, મેસ મેનેજર ડોકટર મિશ્રા વગેરે જોડાયા હતા.  ઉલ્લેખનીય છે કે રાજકુમાર કોલેજ દ્વારા કખાના ગામને દત્તક લેવાયું છે અને અહીં અનેક વિધ સેવા પ્રવૃતિ કરવામાં આવે છે. પ્રસંગે એસીપી ટડેલ, કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાળા તથા ક્રાઇમ બ્રાન્ચના જાની પણ ઉપસ્થિ રહ્યા હતા. રાજકુમાર કોલેજ દ્વારા શહેરના મેહુલનગર યુવાગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં તૈયાર ભોજન આપવામાં આવે છે. ત્યારે આ સંસ્થાના સેવાકાર્યમાં સહભાગી થવા રાજકુમાર કોલેજ દ્વારા બે હજાર રોટલી આપવાની તૈયાર બતાવાઇ છે. આ સંસ્થા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દાળભાત,શાક અને રોટલીનું તૈયાર ભોજન આપવામાં આવે છે.

(3:42 pm IST)