Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

આઈજીપી અજયકુમાર ચૌધરીએ લોકડાઉનની સ્થિતિનું 'ડ્રોન'ના માધ્યમથી કર્યુ નિરીક્ષણ

સિવીલ હોસ્પીટલ ચોક નજીક હથીયાર એકમના આઈજીપી અજયકુમાર ચૌધરીએ આજે સવારે લોકડાઉનની સ્થિતિનું ડ્રોન કેમેરાના માધ્યમથી નિરીક્ષણ કર્યુ હતુ અને પોલીસ દ્વારા થયેલી નાકાબંધી ચકાસી હતી. ફોટોમાં શ્રી ચૌધરી દ્વારા ડ્રોન કેમેરા દ્વારા પોતે જે સ્થળ ઉપર ઉભા હતા તેનાથી બીજી-ત્રીજી શેરીઓમાં લોકો ગેરકાયદે અવરજવર કરી રહ્યા છે કે નહિ ? તેનો તાગ મેળવતા નજરે પડે છે. શ્રી ચૌધરીને રાજ્ય સરકારે હથીયારી એકમ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નરેટ ક્ષેત્રમાં ખાસ ડયુટી સોંપી છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)