Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરના સામે જંગઃ કલેકટરે ૧૪૪૦૦ કર્મચારીઓની ''ફોજ'' ઉતારી

સૌથી વધૂ મહાનગરપાલિકાના ૫૫૬૦ કર્મચારીઃ મહેસૂલના ૪૪૬ અને પંચાયતના ૪૯૪ કર્મચારીઓ કામે લાગ્યા છેઃ રોજે રોજ મેળવાતો રીપોર્ટ : આ કર્મચારીઓમાં કલેકટર-પોલીસ કમ્શ્નિર-મ્યુ.કમીશ્નર-ડે.કલેકટરો-મામલતદારો-ડીઝાસ્ટર શાખા-વેટ કચેરી-પોલીસતંત્ર-ડોકટો-નર્સ સહિત તમામનો સમાવેશ

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત રાજયભરમાં કોરોના સામે જંગ ખેલાઇ રહ્યો છે, અમદાવાદમાં એકી સાથે પપ કેસ કોરોનાના નોંધાયા છે. રાજકોટમાં એકી સાથે ૬૮ કેસના સેમ્પલ મોકલાયા છે. કેન્દ્ર-રાજય સરકારે આ જંગ સામે લડવા કલેકટરોને ડીઝાસર મેનેજમેન્ટ એકટની કલમ ૩૪ હેઠળ જબરા પાવર આવ્યા છે, તો કલેકટરે તમામ પ્રાંતને ઇન્સીડન્ટ કમાન્ડન્ટના પાવર આપ્યા છે.

દરમ્યાન રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના સામે જંગ ખેલવા કલેકટર તંત્ર મેદાને પડયુંછે, કલેકટરે તમામ સ્તરે કામગીરી કરવા કુલ૧૪૪૦૦ થી વધુ કર્મચારીઓની ફોજ ઉતારી દિધી છે, તમામ લેવલે કર્મચારીઓ-અધીકારીઓ કામ કરી રહ્યા છે. અને જરૂર પડયે હજુ વધુના ઓર્ડરો નીકળશે.

આ ૧૪૪૦૦ થી વધૂ કર્મચારીઓમાં કલેકટર-પોલીસ કમિશ્નર-મ્યુ.કમીશ્નર-ડે.કલેકટરો-મામલતદારો-ડીઝાસ્ટરશાખા-વેટ કચેરી-જીઇબી-પોલીસ તંત્ર-ડોકટરો-નર્સ સહિત તમામ ડીપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

સૌથી વધૂ મહાનગરપાલિકાના પપ૩૦ કર્મચારીઓ જંગ લડી રહ્યા છે, આ ઉપરાંત જીલ્લા પંચાયતનગર-૪૯૪, મહેસૂલના -૪૪૬, તથા ૭૯૬૧-કર્મચારીઓ અન્ય વિભાગના છે, આ બધૂ મળી કુલ ૧૪૪૬૧ કર્મચારીઓ દ્વારા તમામ લેવલની કામગીરી કરવામાં આવી રહ્યાનું કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

(3:28 pm IST)