Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

વિના કારણે આ બધા આમતેમ ફરે છે, જિંદગીની ચિંતા નથી લાગતી આમને, એટલે જ ચારેકોર રઝળપાટ કરે છે...!?

હમ ન સમજેંગે બાત ઇતની સી...લોકડાઉનને મજાક સમજી કોરાના અમારું કંઇ નહિ બગાડી શકે તેવું માની ભાટકતાં ૧૦૭ પકડાયા

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના મુજબ તમામ પોલીસ સ્ટેશનો-બ્રાંચના અધિકારીઓનું ટીમોને સાથે રાખી સતત પેટ્રોલીંગ-બંદોબસ્ત અને વાહન ચેકીંગઃ લોકો ગંભીરતા સમજી જાય તો ગુનેગારનું લેબલ લાગતું અટકે

રાજકોટ તા. ૯: કોરોનાની મહામારી સામે દેશમાં ૨૧ દિવસના લોકડાઉનને આજે ૧૪મો દિવસ છે. કોરોનાનું સંક્રમણ થતું અટકે અને લોકો આ રોગનો ભોગ ન બને તે માટે તમામને ઘરમાં જ રહેવા સુચનાઓ અપાઇ છે. શહેર પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે અને રાત દિવસ સતત રસ્તાઓ પર વોચ રાખી, ડ્રોન કેમેરા ફેરવી કારણ વગર ઇમર્જન્સી વગર માત્ર ને માત્ર રઝળપાટ કરવા, રખડવા, ભાટકવા નીકળી પડી કોરોનાના ચેપનું જોખમ ઉભુ કરતાં શખ્સોને પકડી પાડે છે. તેની સામે ગુનાઓ નોંધી વાહનો પણ ડિટેઇન કરે છે. આમ છતાં કોરોનાની ગંભીરતાને ન સમજી લોકડાઉનને મજાક માનીને નીકળી પડનારાને ડર જ ન હોય તેમ બહાર રખડતા રહે છે. પોલીસે છેલ્લા અઢાર કલાકમાં આવા ૧૦૭ શખ્સોને પકડી લીધા છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આ શખ્સો સામે કુલ ૮૬ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેની વિગતો અહિ આપી છે.

(1:38 pm IST)