Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

જંગલેશ્વરમાં ઘરમાં જવાનું કહેતાં બે પોલીસ કર્મચારી સાથે એક શખ્સે ઝપાઝપી કરી લીધી!

માથાકુટ કરનાર વ્યકિત માનસિક અસ્વસ્થ હોવાનું જણાતાં જવા દેવામાં આવ્યો

રાજકોટ તા.૯: જંગલેશ્વરનો વધુ એક યુવાન કોરોના પોઝિટીવ જાહેર થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આજે જંગલેશ્વરના ૬૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૬૫ના નેગેટિવ જાહેર થતાં તંત્રએ રાહત અનુભવી હતી. ત્રણના રિપોર્ટ આવવાના બાકી છે. દરમિયાન પોલીસ લોકોને કવોરન્ટાઇન કરવાની કાર્યવાહી માટે જંગલેશ્વર વિસ્તારમાં પહોંચી હતી અને અલગ-અલગ શેરીઓમાં કાર્યવાહી કરી રહી હતી. ત્યારે એક શેરીમાં ઘર બહાર ઉભેલા શખ્સને અંદર જવાની સુચના અપાતાં તેણે ઉશ્કેરાઇ જઇ પોલીસ સાથે માથાકુટ કરી ઝપાઝપી કરી લીધી હતી.

બનાવને પગલે બીજો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને લોકો પણ ભેગા થઇ ગયા હતાં. પોલીસે ઝપાઝપી કરનાર શખ્સને સકંજામાં લઇ લીધો હતો. પરંતુ સ્થાનિક રહેવાસીઓએ આ વ્યકિત માનસિક અસ્વસ્થ હોવાની હકિકત જણાવતાં પોલીસે તેને જવા દીધો હતો.

(1:37 pm IST)