Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકોટમાં IMA દ્વારા સસ્તી પર્સનલ પ્રોટેક્શન ઈકયુપમેન્ટ કીટ અપાશે

રાજકોટમાં IMA દ્વારા પર્સનલ પ્રોટેક્શન ઈકયુપમેન્ટ કીટ તૈયાર કરવામાં આવી છે. ડોકટર તથા પેરામેડીકલ સ્ટાફને મદદરૂપ થાય એ માટે આવી કીટ તૈયાર કરવામાં આવી છે. IMA દ્વારા આ કીટ 'નહિ નફો નહિ નુકશાન'ની કિંમત થી ગુજરાતમાં તમામ જગ્યાએ વિતરણ કરવામાં આવશે. બજારમાં આ કીટ 1500 થી 2000 રૂપિયામાં વેચાણ કરવામાં આવે છે, જે IMA દ્વારા 500 થી 600 રૂપિયા માં આપવામાં આવશે.

(1:20 pm IST)
  • જામનગર નજીકના દરેડની મૃતક બાળકીનો બીજો રિપોર્ટ અમદાવાદ ખાતે કરાવેલ જે પોઝીટીવ આવેલ છે access_time 12:40 pm IST

  • જામનગર લેબ,માં આવેલ તમામ સેમ્પલ રિપોર્ટ નેગેટિવ : જામનગર લેબમાં કુલ 13 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતા : જામનગરના-2,મોરબીના-7,પોરબંદરના 2 અને દ્વારકાનું એક સેમ્પલ પરીક્ષણ માટે આવેલ access_time 7:14 pm IST

  • રાજ્યના બીજા મહાનગરોને પગલે હવે રાજકોટમાં ફરજિયાત માસ્કની વિચારણા કરતુ મ્યુનિ. કોર્પોરેશન: કોરોના સંક્રમણને પ્રસરતો અટકાવવા માટે લેવાઈ શકે છે નિર્ણંય access_time 12:39 pm IST