Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકોએ રાશનીંગ દુકાનો-કલેકટર કચેરીએ ટોળા કરવા નહીં : APL-1 કાર્ડ ધારકો માટે હવે તારીખ જાહેર થાશે

રાજકોટ,તા. ૯ : રાજ્યના મધ્યમ વર્ગીય પરીવારો કે જુઓ APL-1 કેટેગરીના રાશનકાર્ડ છે અને જેઓ રાષ્ટ્રીય અન્ન કાયદો-૨૦૧૩ હેઠળ અનાજ મળતુ ન હતુ, તેવા રાજ્યના તમામ ૬૦ લાખથી વધુ  APL-1 રેશનકાર્ડ ધારકોને કુટુંબ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૩ કિ.ગ્રા. ચોખા, ૧ કિ.ગ્રા. દાળ અને ૧ કિ.ગ્રા.ખાંડ, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો પરથી વિનામુલ્યે આપવામાં આવશે.

જેથી આ અન્વયે રાજકોટ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો - ૨૦૧૩ હેઠળ અનાજ મળતુ ન હતુ તેવા APL-1 કેટેગરીના રાશનકાર્ડ ધારકો માટે સરકાર તરફથી અનાજનો પુરતો જથ્થો ફાળવવામાં આવ્યો, આ અંગે રાશનકાર્ડની દુકાનો પરથી વિતરણ કરવા અંગેની તારીખો જાહેર કરવામાં આવશે. જેથી લોકોને હાલમાં લોકડાઉનની પરિસ્થિતી ધ્યાને લેતા ખોટી ગેરસમજથી દુકાનો કે કોઇ ખાતે જવુ નહી / પૂછપરછ માટે ભીડ કરવી  નહી. તબકકાવાર વિતરણ અંગેનો કાર્યક્રમ અખબારી યાદીમાં જાહેર કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.

(11:33 am IST)