Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકોટની ત્રણ મેડીકલ એજન્સીના લાયસન્સ રદ્દ નહીં કરાતા કલેકટરનો સરકારને રીપોર્ટ

ત્રણ એજન્સી પાસેથી N-૯પ માસ્કનો પ૦ હજાર નંગનો જથ્થો ઝડપાયો હતોઃ કલેકટરે ફુડ એન્ડ ડ્રગને લાયસન્સ રદ કરવા માટે કહેલ

રાજકોટ, તા. ૯ : તાજેતરમાં પુરવઠાના દરોડામાં રાજકોટની ત્રણ મેડીકલ એજન્સી પાસેથી N-૯પ  માસ્કનો પ૦ હજાર નંગનો જથ્થો કાળાબજારમાં વેચતા હોય કબ્જે લેવાયો હતો. આ પછી કલેકટર રીપોર્ટ કરાતા, કલેકટરે રાજકોટ ફુડ એન્ડ ડ્રગ વિભાગને આ ત્રણેય મેડીકલ એજન્સીના લાયસન્સ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો, પરંતુ આજે ૧૦ દિવસ વીતી જવા છતાં ફુડ એન્ડ ડ્રગ વિભાગે કોઇ કાર્યવાહી નહીં કરતા અને કલેકટરને કોઇ રીપોર્ટ નહીં કરતા રેમ્યા મોહને આકરા પગલા લીધા છે.

કલેકટરે રાજકોટના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા ફુડ એન્ડ ડ્રગ કમિશનર તથા રાજય સરકારમાં રીપોર્ટ કરી દેતા અધિકારીઓમાં દોડધામ થઇ પડી હતી.

(11:32 am IST)