Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજકોટ જિલ્લામાં આજે 1806 લોકોએ અને સુધીમાં 17632 લોકોએ કોરોનાની રસી લીધી : કોઈને ગંભીર આડઅસર નથી

રાજકોટ : કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હવેથી ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના તથા તા:૧/૧/૨૦૨૨ સુધીમાં જેમને ૬૦ વર્ષ પૂરા થવાના છે તેવા તમામ લોકો અને ૪૫ વર્ષ થી ૫૯ વર્ષ સુધીના લોકો કે જેમને સરકાર દ્વારા નક્કી કરેલ ૨૦ જાતની બીમારી છે તેવા કોમોરબીડિટી ધરાવતા લોકો બીમારી અંગેનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાથી વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

  ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, અને પ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મફત વેક્સિન આપવામાં આવી રહી છે.જ્યારે સરકાર ની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(ગ11-0/4૪) અંતર્ગત જોડાયેલ પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧૦૦રૂપિયા સર્વિસ ચાર્જ અને ૧૫૦ રૂપિયા વેક્સિનનો ચાર્જ એમ કુલ ૨૫૦ રૂપિયા ચૂકવી વેક્સિન આપવામાં આવીરહી છે.

રસી લેવા માટે ક્યાં ? કઈ રીતે ? નામ નોંધાવવું ?

આ વેક્સિન મેળવવા લાભાર્થીએ સરકારની કોવિન ૨.૦ પોર્ટલ ઉપર, આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે.

 જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સરકારીહોસ્પિટલો અને પ્રધાનમંત્રી જાણ આરોગ્ય યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પીટલમાં રૂબરૂ સ્થળ પર જઈ રજીસ્‍ટ્રેશન કરાવી શકાય છે.

 સ્થાનિક આશા / આરોગ્ય કર્મચારીની મદદથી પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે

નામ નોધણી કરાવવા નીચે મુજબના પુરાવા જરૂરી છે.પોતાનો અથવા કુટુંબના સભ્યનો મોબાઈલ નંબર તથા પોતાની ઓળખના આધારો જેમકે આધાર કાર્ડ, પાનકાર્ડ,ચૂંટણી

 કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્‍સ કે સરકાર દ્વારા આપાયેલ કોઈપણ ફોટો ઓળખકાર્ડ ની કોપી આપવાથી તેમનુંરજીસ્ટ્રેશન થઈ શકશે. ૪૫ થી ૫૯ વર્ષના લોકોએ સરકાર દ્વારા નિયત કરેલ ૨૦ બીમારી ધરાવતા હોય તોએમ.બી.બી.એસ. કે તજજ્ઞ ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ લઈને જવું. રજીસ્ટ્રેશન થાય તે અંગેનો મેસેજ આવશે,
ત્યારબાદ જેતે સંસ્થા દ્વારા જણાવવામાં આવે તે દિવસે અથવા વેક્સિન લેવાનો મેસેજ આવે તે દિવસે વેક્સિનલઈ શકશે.
આજ રોજ નીચેની યાદી મુજબના મહાનુભાવોએ કોરોનાની રસી લીધી હતી.
૧. રાજા ભાઈ રવજી ભાઈ ટોપીયા ઉંમર : ૮૧ ગામ: મઘરવાડા પ્રા.આ.કે. બેડલા
૨,  મગનભાઇ પોકિયા ઉંમર : ૬૫ ગામ: મોટા ભાદરા પ્રા.આ.કે. રાયડી ભૂત પૂર્વ સરપંચ
(હદયની સર્જરી કરાવેલ છે. ડાયાબિટીસ, બ્લડપ્રેસરના દર્દી છે.
રસી લીધા બાદ કોઈ આડ અસર નથી )

(10:21 pm IST)