Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રઝાનગરમાં પેરીનબેનને ‘તુ હવે જોઇતી નથી' કહી સાસરીયાનો ત્રાસ : પતિએ તલ્લાકની નોટીસ આપી દીધી

મહિલા પોલીસે પતિ અબ્‍દુલ કાદર, સાસુ બિલ્‍કીસબેન, જેઠ નાઝીમ, અફઝલ, ફઝલ, અસ્‍લમ અને નણંદ સુનેરાબેનની ધરપકડ કરી

રાજકોટ તા. ૮ : રૈયા રોડ પર નહેરૂનગરમાં અંજની સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને રઝાનગરમાં રહેતા પતિ, સાસુ, જેઠ, મામાજી સસરા અને નણંદ મેણાટોણા મારી ત્રાસ આપી પતિએ તલ્લાકની નોટીસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ નહેરૂનગરમાં આવેલી અંજની સોસાયટીમાં રહેતા પેરીનબેન અબ્‍દુલકાદર નુરશુમાર (ઉ.૨૬) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં નહેરૂનગરમાં ૪-રઝાનગરમાં રહેતા પતિ અબ્‍દુલકાદર હાજીકાસમભાઇ નુરસુમાર, સાસુ બીલ્‍કીશબેન નુરસુમાર, જેઠ નાઝીમભાઇ નુરસુમાર, સુરેન્‍દ્રનગર હરસિધ્‍ધી પાર્કના સુનેરાબેન આસીફભાઇ મેમણ, સુભાષનગરના અફઝલ સતારભાઇ પોપટપુત્રા, રઝાનગરના અસ્‍લમ સતારભાઇ પોપટપુત્રા, રૈયા રોડ સૌરભ સોસાયટીના ફઝલ સતારભાઇ પોપટપુત્રાના નામ આપ્‍યા છે. પેરીનબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્ન બાદ છએક મહિના ઘરસંસારસારી રીતે ચાલ્‍યા બાદ પતિ અબ્‍દુલકાદર બારડોલી મહુવા નોકરી કરતા હોય, જેથી તે પંદર દિવસે કે મહિને એકાદવાર આવીને ચાર-પાંચ દિવસ રોકાતા પરંતુ તે પોતાની પાછળ સમય આપતા નહી અને તેમના માતા પાછળ જ સમય આપતા હતા. પોતાની સગાઇ થઇ ત્‍યારે નક્કી થયેલ કે લગ્ન બાદ પતિ-પત્‍ની નોકરીના સ્‍થળે જ સાથે રહેશે અને તેવું પણ કહેલ હતું કે, રાજકોટ ખાતે બદલીની કાર્યવાહી ચાલુ હોઇ, જેથી નોકરીના સ્‍થળે રહેવાનો પ્રશ્ન રહેશે નહીં અને તે સમયે પોતાના સસરા હૈયાત હતા પરંતુ પોતાના લગ્ન પહેલા જ સસરાનું અવસાન થયેલ અને પોતાને કોઇ નોકરીના સ્‍થળે લઇ ગયેલ નહી કે પતિએ બદલી પણ કરાવેલ નહી તેથી પોતે પતિને બદલી બાબતે પૂછતા પતિ જેમ ફાવે તેમ બોલવા લાગતા અને પોતાને બારડોલી લઇ જવાની ના પાડતા અને કહેતા ‘તું મારી સાથે આવતો મમ્‍મી એકલા થઇ જશે' તેમ આડાઅવળા બહાના કરી ઝઘડો કરતા હતા તેમજ જેઠ, મામાજી સસરા અને નણંદ ચઢામણી કરતા સાસુ પોતાની સાથે ઝઘડો કરતા હતા. વધુ ત્રાસ વધતા પોતે તેના પિતાને જાણ કરતા મોટાભાઇ આવીને પોતાને તેડી ગયેલ બાદ પોતે સમાધાન માટે પણ પ્રયત્‍ન કરેલ પરંતુ પતિએ કહેલ કે તું હવે જોઇતી નથી અને પોતાને તલ્લાક માટે નોટીસ આપી દીધી હતી.

 આ મામલે પરિનબેને પોલીસ કમિશનરને કરેલી લેખીત ફરિયાદમાં જણાવ્‍યું છે કે, ત્રિપલ તલ્લાકનો કાયદો રદ્દ થયો હોવા છતાં જીઇબીમાં જુનિયર આસી. તરીકે નોકરી કરતા પતિએ તલ્લાક આપી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે મહિલા પોલીસે પતિ, સાસુ, જેઠ, મામાજી સસરા અને નણંદ સહિત સાતેયની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

 

(3:57 pm IST)