Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

શહેરમાં નવા ૧૩ કેસ

કુલ કેસનો આંક ૧૬,૫૬૩એ પહોંચ્‍યોઃ આજ દિન સુધીમાં ૧૬,૧૬૧ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૭.૬૫ ટકા થયો

રાજકોટ, તા.૯:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૩ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં   કુલ ૧૩  નવા કેસ સાથે શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ  ૧૬,૫૬૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૬,૧૬૧ લોકો સાજા થઇને હોસ્‍પિટલમાંથી ડીસ્‍ચાર્જ થતા  ૯૭.૬૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૪૬૨ સેમ્‍પલ લેવાયા હતા.જેમાં ૩૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૩૯ ટકા થયો  હતો. જયારે ૫૫ દર્દીઓ સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં  ૬,૦૭,૨૨૬ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૧૬,૫૬૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૭૩  ટકા થયો છે.

(3:56 pm IST)
  • રશિયા દ્વારા ગૂગલ, ફેસબુક, ટ્વિટર, ટિકટોક, ટેલિગ્રામ પર સરકાર દ્વારા નિર્દેશિત પ્રોટેસ્ટ કન્ટેન્ટને ડિલીટ ન કરવા બદલ કડક સેક્શન હેઠળ કેસ કરવામાં આવ્યો તેમ એક આંતરાષ્ટ્રીય ન્યુઝ સર્વિસે જણાવ્યું છે access_time 11:50 pm IST

  • સાંજે ૪:૩૦ વાગ્યે ઉત્તરાખંડના ભાજપના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે અંતે રાજીનામુ આપી દીધુ છે : તેમના સ્થાને મોટાભાગે અનિલ બલૂની મોખરે દોડે છે : વિકલ્પે ધનસિંહ રાવતનું નામ પણ ચર્ચામાં છે access_time 4:33 pm IST

  • જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના ૪૫૨ પોઈન્ટ ઉભા કરાશે: ઉનાળામાં પાણી માટે પ્રાણીઓને ભટકવું ન પડે તે માટે વન વિભાગનું આયોજન: પ્રાણીઓ માટે મધુવંતી, હિરણ, શિંગોડા, મછુન્દ્રી, રાવલ ડેમમાં પાણી આરક્ષિત access_time 12:59 am IST