Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજકોટના ગૌતમ પાર્કના રહેવાસીઓની કલેકટરને રજૂઆત કાનુની પ્રક્રિયા વિના અમારો કબજો છોડાવે નહી તે જોજો

હાલ રાજકોટની સિવીલ કોર્ટમાં દાવાઓ દાખલ કરેલ છેઃ જે પેન્‍ડીંગ

રાજકોટ તા. ૯ :.. મવડી પોલીસ હેડ કવાર્ટર પાસે આવેલ ગૌતમ પાર્કના મગનભાઇ ચતુરભાઇ જાદવ અને ત્‍યાંના રહેવાસીઓએ કલેકટરને ફરીયાદ અરજી પાઠવી જણાવ્‍યું હતું કે મહાપાલીકાની હદમાં આવેલ ગામ મવડી જુની ખેડવાણ જમીનના રેવન્‍યુ સર્વે નં. ૧૯૬ પૈકી ૧, ટીપી સ્‍કીમ નં. ર૬ (મવડી) ની ૧૦ર૦૭ ચો. મી. જમીન ઉપરનો અમારો કબજો કાનુની પ્રક્રિયા અનુસર્યા વિના છોડાવે નહી તે અંગે રજૂઆતો કરી હતી.

ફરીયાદમાં જણાવેલ કે ઉપરોકત જમીનમાં અમે ર૦ વર્ષથી વસવાટ કરીએ છીએ., પાકા મકાનો છે, તેમજ રાજકોટની સિવીલ કોર્ટમાં અહીં રહેતા આસામીઓ દ્વારા દાવાઓ દાખલ કરેલ છે, જે કોર્ટમાં પેન્‍ડીંગ છે. તાજેતરમાં શહેરના વિખ્‍યાત એડવોકેટ શ્રી દ્વારા તેમના અનામી અસીલ જમીન ખરીદવા માંગે છે, આ અંગે જાહેર નોટીસ આપેલ છે, અને આ નોટીસને કારણે અમારૂ હિતને નુકશાન થાય તેવી દહેશત છે, આથી અમારો કબજો કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના છોડાવે નહી તે અંગે પોલીસ તંત્રને સુચના આપવા વિનંતી છે.

(3:52 pm IST)