Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સવાણી કિડની હોસ્પિટલમાં ઉમિયા ડાયાલીસીસ સેન્ટરનો પ્રારંભ

સાસંદ મોહનભાઇ કુંડારીયા અને મૌલેશભાઇ ઉકાણીના હસ્તે અનાવરણઃ પાટીદાર સમાજના કોર્પોરેટરોનું સન્માન : સૌરાષ્ટ્રના દર્દીઓ માટે બી.ટી. સવાણી હોસ્પિટલ આર્શિવાદરૂપ : જેન્તીભાઇ ફળદુ . પ્રજાકિય અને સમાજલક્ષી કામોના ઉકેલ માટે તત્પર રહીશઃ પુષ્કર પટેલ

રાજકોટ, તા. ૯: અહિંના યુનિવર્સીટી રોડ પર આવેલ બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે શ્રી ઉમિયા ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના અનુદાનથી 'શ્રી ઉમિયા ડાયાલિસિસ સેન્ટરનુ અનાવરણ સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠી મૌલેશભાઇ ઉકાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ચુંટાયેલા કડવા પાટીદાર કોર્પોરેટરોનું સન્માન કરાયુ હતુ. 

છેલ્લા અઢાર વર્ષથી રાજકોટમાં કડવા પાટીદાર સમાજના થાપણદારો તથા જરૂરીયાતમંદ લોકોને લોનના માધ્યમથી મદદરૂપ બનતી શ્રી ઉમિયા ક્રેડીટ સોસાયટી દ્વારા ૫૦ ટકા એટલે કે રૂ. ૧૫ લાખ તથા ઉમિયા ક્રેડીટ સોસાયટીના બોર્ડ ઓફ ડાયરેકટર જેન્તીભાઇ ફળદુ, પ્રભુદાસભાઇ ડઢાણીયા, રમણીકભાઇ ઝાલાવાડીયા, ભીખાભાઇ ગોવાણી, મહેન્દ્રભાઇ ફળદુ, પરસોતમભાઇ ડઢાણીયા, મનસુખભાઇ ટીલવા, ડો. ભગવાનજીભાઇ ફળદુ , ભગવાનજીભાઇ કનેરીયા દ્વારા રૂ. ૧૫ લાખ મળી કુલ રૂ. ૩૦ લાખનું અનુદાન બી.ટી.સવાણી કિડની હોસ્પિટલને આપવામાં આવ્યુ હતુ. જેના પરીણામે શ્રી ઉમિયા ડાયાલિસિસ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ  બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને પાટીદાર સમાજના શ્રેષ્ઠી મૌલેશભાઇ ઉકાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉમિયા માતાજી મંદિર સિદસરના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, રમેશભાઇ પટેલ, નંદલાલભાઇ માંડવીયા, મનસુખભાઇ પાણ, માજી મંત્રી ચિમનભાઇ શાપરીયા, પરસોતમભાઇ ફળદુ, રમણીકભાઇ ભાલોડીયા, ભુપતભાઇ ભાયાણી, સ્મિતભાઇ કનેરીયા બી.ટી. સવાણીના ચેરમેન જયંતિભાઇ ફળદુ, કલબ યુવીના મેનેજીંગ ડાયરેકટર મહેન્દ્રભાઇ ફળદુ સહીતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા.

 બી.ટી. સવાણી હોસ્પિટલમાં શ્રી ઉમિયા ડાયાલિસિસ સેન્ટરના અનાવરણ વેળાએ છગનભાઇ પટેલ ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં તાજેતરમાંજ રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં વિજેતા બનેલા કડવા પાટીદાર સમાજના કોર્પોરેટરો પુષ્કરભાઇ પટેલ, ચેતનભાઇ સુરેજા, બીપીનભાઇ બેરા, અસ્મિતાબેન દેલવાડીયા, ભારતીબેન પાડલીયાનું શાલ ઓઢાડી તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે માજી ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, નાથાભાઇ કાલરીયા, જીવનભાઇ ગોવાણી, વસંતભાઇ ભાલોડીયા, નંદલાલભાઇ માંડવીયા, શિવાલાલભાઇ આદ્રોજા, રાજનભાઇ વડાલીયા, રાજુભાઇ કાલરીયાની ઉપસ્થિતીમાં યોજાયેલા સન્માન સમારોહમાં સન્માનનો પ્રત્યાતુર આપતા પુષ્કરભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ચુંટાયેલા પ્રતીનીધી હર હમેશ પ્રજાકીય અને સમાજલક્ષી કામોના ઉકેલ માટે તત્પર રહેવાની ખાતરી આપી સમાજના શ્રેષ્ઠીઓનો આભાર માન્યો હતો.

 શ્રી ઉમિયા ડાયાલિસીસ સેન્ટરના અનાવરણ પ્રસંગે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના ચેરમેન જેન્તીભાઇ ફળદુએ જણાવ્યુ હતુ કે કિડની પથરીના દર્દો માટે સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ આશીવાદ રૂપ બની છે. ત્યારે દાતાઓના સહયોગથી હોસ્પિટલ ખાતે આધુનીક સવલતો ઉભી થઇ રહી છે. આગામી દિવસોમાં હોસ્પિટલ દ્વારા જુનાગઢ અને મોરબી ખાતે પણ રાહતદરે ડાયાલિસીસ સેન્ટરો શરૂ થનાર છે. તેમજ હોસ્પિટલના ટ્રસ્ટી ડો. વિવેક જોશી અને ડો. દિવ્યેશ વિરોજા સહીતની તબીબી ટીમ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ સહીતની સુવિધાઓ અહી ઉપલ્બધ બની છે. જેના પરીણામે સૌરાષ્ટ્રભરના દર્દીઓને ધરઆંગણે જ આધુનીક સારવાર રાહતદરે મળી રહી છે. આ કાર્યક્રમમાં વસંતભાઇ ભાલોડીયા તથા ડો. દિવ્યેશ વિરોજાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતુ. સમ્રગ કાર્યક્રમનું સંચાલન કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુ તથા આભારવિધી ડો. ચેતન મિસ્ત્રીએ કરી હતી.

 કાર્યક્રમને સફળ બનાવવા માટે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના ડો. અમીશ મહેતા, ડો. મહિપાલ ખંડેલવાર, ડો. પ્રિતીશ શાહ સહીતની ટીમે જહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો ગૌતમભાઇ ધમસાણીયા, જે.ડી.કાલરીયા, મહેન્દ્રભાઇ પાડલીયા, પ્રવીણભાઇ ગરાળા, કાંતીભાઇ ધેટીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, પુનીતભાઇ ચોવટીયા, વિગેરે ઉપસ્થિત રહયા હતા. તેમ મીડીયા ઇન્ચાર્જ રજની ગોલની યાદીમાં જણાવાયુ છે.

(3:09 pm IST)