Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ભાજપની સભાને છૂટ અને ડાકોર-દ્વારકાધીશનાં દર્શન બંધ

કોરોનાના નામે સરકારે પ્રજાને બાનમાં લેવી ન જોઇએઃ રણજીત મુંધવા

રાજકોટ તા. ૯ :.. લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનાં પ્રતિક એવા ભગવાન દ્વારકાધીશ ત્થા ડાકોરનાં મંદિરનાં દર્શન બંધ કરી દેવાતા દ્વારકાધીશનાં અનન્ય ભકત અને કોંગ્રેસનાં અગ્રણી રણજીત મુંધવાએ આ બાબતે સરકારની બેધારી નીતિ હોવાનાં આક્ષેપો કર્યા છે.

રણજીત મુંધવાએ દ્વારકાધીશ ત્થા ડાકોરનાં દર્શન બંધ કરી દેવાનાં નિર્ણય અંગે નિવેદન આપતાં જણાવ્યું છે કે, કોરોના ગાઇડ લાઇનનાં નામે સરકારે હવે ભગવાનનાં દર્શન કરવાનું પણ દુર્લભ કરી નાખ્યુ છે.

તેઓએ અંતમાં જણાવ્યું હતું કે ચૂંટણીઓ વખતે ભાજપ સરકાર જાહેર સભામાં હજારોની મેદની એકત્રીત કરે છે. ત્યારે કોરોનાની ચિંતા સરકારને નથી હોતી.

બંગાળમાં વડાપ્રધાનની સભામાં હજારો લોકોને એકત્રીત કરવાની છૂટ અને દ્વારકાધીશ - ડાકોરનાં દર્શન માટે કોરોનાં ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરી અને દર્શન કરનારા ભાવિકો માટે દર્શન બંધ કરી દેવા એ કયાંનો ન્યાય કહેવાય ....?

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિવરાત્રીનાં મેળો અને ધુળેટીનાં ધાર્મિક મેળાનું મહત્વ અત્યંત વધુ હોય છે.

ત્યારે સરકારે કોરોનાનાં નામે પ્રજાને બાનમાં ન લેવી જોઇએ. તેમ અંતમાં શ્રી મુંધવાએ જણાવ્યું છે.

(3:04 pm IST)
  • અખિલ ભારતીય સાધુ સમાજના સદસ્‍ય, કચ્‍છ સાધુ સમાજના અધ્‍યક્ષ અને નાથ સંપ્રદાય સાથે જોડાયેલ કચ્‍છના યોગી શ્રી પૂજ્‍ય દેવનાથ યોગીજીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો access_time 11:31 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં આંશિક ઘટાડો : નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : એક્ટિવ કેસ પણ ઘટયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,846 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,61,470 થઇ :એક્ટિવ કેસ 1,81,143 થયા વધુ 20,138 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,09,17,624 થયા :વધુ 113 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,58,079 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 9927 નવા કેસ નોંધાયા access_time 12:59 am IST

  • પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદી આજે સાંજે શ્રીમદ્ ભગવદ્દગીતાના શ્લોકો પર 21 વિદ્વાનોની વ્યાખ્યાઓ સાથે પાંડુલિપિના 11 ખંડોનું વિમોચન કરશે access_time 3:49 pm IST