Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

એટીએમ-ડેબીટ કાર્ડના ડેટા કલોનીંગ મશીન દ્વારા ચોરી કરતા આંતરરાજય ગેંગના સાગ્રીતને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

ડેટા ચોરી કર્યા બાદ અન્‍ય જગ્‍યાએ જઇ એમ.એસ.આર.-લેપટોપ સાથે કનેકટર કરી ડુપ્‍લીકેટ કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડી લેતા'તાઃ યુ.પી. ગેંગના અન્‍ય ૩ ની શોધખોળ : એટીએમનો ઉપયોગ કરતા ન આવડે તેને શિકાર બનાવતા'તાઃશાપર-વેરાવળમાં ૮ વ્‍યકિતના ડુપ્‍લીકેટ કાર્ડથી રૂપિયા ઉપાડી લીધા'તાઃ આંતરરાજય ગેંગના પવનકુમાર પટેલને ૯ ડેબીટ કાર્ડ સાથે દબોચી લેવાયોઃ એલસીબીના પી.આઇ. અજયસિંહ ગોહીલ તથા ટીમને સફળતા

રાજકોટ તા. ૯ :.. એટીએમ-ડેબીટ કાર્ડના ડેટા કલોનીંગ મશીન દ્વારા ચોરી કરી તેને એમ.એસ.આર. તથા લેપટોપ સાથે કનેકટર કરી ડુપ્‍લીકેટ કાર્ડ દ્વારા બારોબાર રૂપિયા ઉપાડી લેતા આંતરરાજય ગેંગના સાગ્રીતને ૯ ડેબીટ કાર્ડ સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો હતો. અને તેના અન્‍ય ત્રણ સાગ્રીતોની શોધખોળ હાથ ધરાઇ છે. આ ટોળકીએ શાપર-વેરાવળમાં ૮ વ્‍યકિતના બારોબાર રૂપિયા ઉપાડી લીધાનું ખુલ્‍યું છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં અમુક માણસો દ્વારા એટીએમ મશીનમાં જઇ વ્‍યકિતઓના એટીએમ કાર્ડ અન્‍ય કોઇ મશીન દ્વારા સ્‍વાઇપ કરી છેતરપીંડી થતી હોવાની રજૂઆત મળેલ હતી. જે રજુઆતની ગંભીરતા ધ્‍યાને લઇ રેન્‍જ ડીઆઇજી સંદિપ સિંહ તથા એસ. પી. બલરામ મીણાએ આ શખ્‍સોને તાત્‍કાલીક પકડી પાડવા માટે સુચના આપતા એલસીબીના પીઆઇ એ. આર. ગોહીલને મળેલ હકિકત આધારે શાપર-વેરાવળ વિસ્‍તારમાં સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી એક ઇસમને એટીએમ મશીનમાં રૂપિયા ઉપાડવા આવતા માણસોનું એટીએમ કાર્ડમાં રહેલ ડેટા કોપી કરવાના મીની મશીન તથા મોબાઇલ તથા ડેબીટ કાર્ડ નંગ-૯ સાથે પવનકુમાર રામકિશોર પટેલ (ઉ.રર) (રહે. નોબસ્‍તા સીંધી, અલ્‍હાબાદ, ઉતર પ્રદેશ) ને પકડી લીધો હતો.

પોલીસની પુછપરછમાં આ કામના આરોપીઓ દ્વારા અગાઉથી જ ગુન્‍હાહીત કાવતરૂ રચી એટીએમ મશીનની આસપાસ નજર રાખી કોઇ એવો વ્‍યકિત નજરમાં આવે કે જેને એટીએમ મશીનનો ઉપયોગ કરતા આવડતું ન હોય તેઓની સાથે બે જણા એટીએમ મશીન પાસે જઇ એક ઇસમ દ્વારા તે વ્‍યકિતને રૂપિયા કાઢતા શીખડાવે અને ટ્રાન્‍જેકશન પુર્ણ થવા દે અને પછી તે એટીએમ કાર્ડ બીજા ઇસમ દ્વારા તે એટીએમ કાર્ડ લઇ તેનો ડેટા મીની ડીએક્ષ પ મશીનમાં સ્‍વાઇપ કરી એટીએમનો ડેટા તેમાં કોપી કરી તેની પાસે રહેલ મોબાઇલ ફોનમાં એઇંઝી  એમએઆર નામની એપ્‍લીકેશન દ્વારા ચેક કરી એક ઇસમ દ્વારા એટીએમ પાસવર્ડ જોઇ લે અને ત્‍યારબાદ ત્‍યાંથી નીકળી બીજા ઇસમો દ્વારા લેપટોપ તથા એમએસઆર મશીન હોય જેનાથી આ મીની ડીએક્ષ પ મશીન લેપટોપ સાથે કનેકટ કરી અને લેપટોપ સાથે એમએસઆર મશીન પણ કનેકટ કરી અને મીની એડીક્ષ-પ મશીનમાં રહેલ ડેટા એમએસઆર મશીન દ્વારા રીડ કરી ડુપ્‍લીકેટ એટીએમ કાર્ડમાં રાઇટ કરી તે ડુપ્‍લીકેટ કાર્ડ વડે અન્‍ય જગ્‍યાએ એટીએમ મશીનમાં જઇ તે કાર્ડ દ્વારા રૂપિયા ઉપાડવાની એમ. ઓ. ધરાવે છે.

પકડાયેલ પવનકુમાર પટેલરે નોબસ્‍તા સીંધા  યુ.પી.એ. તેની સાથે ગેંગમાં ભોલા યાદવ રે. લક્ષ્મણપુર પ્રતાપગઢ (યુપી.) મહેન્‍દ્ર યાદવ રે. કટેનચપુર પ્રતાપગઢ (યુ.પી.) તથા કનૈયા પટેલ રે. કટનેયપુર પ્રતાપગઢ (યુપી.) સામેલ હોવાની કેફીયત આપતા ઉકત ચારેય શખ્‍સો સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરાયો હતો અને અન્‍ય ત્રણ શખ્‍સોની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ એ.આર.ગોહીલ તથા સબઇન્‍સ. વી.એમ. કોલાદરા તથા પો.હેડ કોન્‍સ મહેશભાઇ જાની, જયેન્‍દ્રસિંહ વાઘેલા, મહિપાલસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્‍ણભાઇ ત્રીવેદી, સંજયભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા, અમીતસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર, તથા કો.ન્‍સ. રહીમભાઇ દલ,  નારણભાઇ પંપાણીયા, પ્રકાશભાઇ પરમાર, પ્રણયભાઇ સાવરીયા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, રસીકભાઇ જમોડ, ભાવેશભાઇ મકવાણા તથા અમુભાઇ વિરડા, નરેન્‍દ્રભાઇ અનીરૂદ્ધસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, તથા વિગેરે સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(11:37 am IST)