Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

સ્વચ્છતામાં ૯મુ સ્થાનઃ રાજકોટવાસીઓનો આભાર માનતાં સફાઇ કામદારોઃ મુખ્યમંત્રીને ફુલડે વધાવાશે

રાજકોટ : દેશભરમાં સ્વચ્છતા બાબતે રાજકોટને ૯ મુ સ્થાન મળતા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન સફાઇ કામદાર એસો.નાં હોદેદારોએ શહેરની સ્વચ્છતામાં સહયોગ આપનાર સૌ રાજકોટવાસીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.  આ અંગે આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા એસોસીએશનના યુનિયન મંત્રી શંકર વાઘેલા, સંજયભાઇ નારોલા, તુલશીભાઇ બી.વાળોદરા, ભવાનભાઇ બી.શીંગાળા, રામેશ્વરભાઇ ડી.પરમાર, ગૌતમભાઇ ચૌહાણ, અશોકભાઇ પી.વાઘેલા, રોહીતભાઇ જે.વાઘેલા, કાળુભાઇ રામજીભાઇ વાઘેલા, રાજેશભાઇ બી.ગોહેલ, ચંદુભાઇ જી.વાઘેલા, ભાનુભાઇ પી.વાઘેલા, પંકજભાઇ પરમાર, દિપકભાઇ ગાંગાભાઇ વાઘેલા, વાલ્મીકી વિકાસ સમિતિ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઇ વાઘેલાની સંયુકત યાદી જણાવે છે કે ભારત દેશના સમગ્ર શહેરમાં જે સ્વચ્છ સર્વેક્ષણ સફાઇ અભિયાન ૨૦૧૯માં રાજકોટ શહેરને સફાઇ અંગેના જે એવોર્ડ મળ્યા છે તે ગૌરવપ્રદ છે રાજકોટ શહેરને સ્વચ્છ અભિયાનમાં જે શહેરના સપુત તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કે જેઓએ રાજકોટ શહેરને સફાઇ અભિયાનથી લઇ રાજકોટ શહેરને વિકાસ અંગે સતત ચિંતા કરે છે આથી રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન સફાઇ કામદાર એસોસીએશનના પ્રતિનીધિઓ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનુ પુષ્પગુચ્છ ત્થા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે સાથો સાથ રાજકોટ મહાનગરપાલીકાના પદાધિકારીશ્રીઓ મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, સેનીટેશન ચેરમેન સહિતના પદાધિકારીશ્રીઓનું પણ આ તેક સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. સાથો સાથ રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી મ્યુ.કમિશ્નરશ્રી તેમજ ડેપ્યુટી કમિશ્નરશ્રી તેમજ પર્યાવરણ ઇજનેરશ્રીથી લઇને નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી ચાર ઝોનના ઇજનેરશ્રીઓનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે. અને ખાસ રાજકોટ શહેરના પ્રજાજનોએ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જે પુરૂષાર્થ કરી પુરતો સહયોગ આપ્યો છે તેથી સફાઇ કામદારોએ રાજકોટનાં પ્રજાજનોને પણ આભાર વ્યકત કર્યો છે. તસ્વીરમાં વિગતો રજુ કરી રહેલાં સફાઇ કામદાર એશો.ના હોદ્દેદારો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા) (પ-૩૬)

(3:53 pm IST)