Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ચૂંટણી નજીક છે ત્યારે કાર્યકરો માટે પરીક્ષાનો સમયઃ ઓમજી માથુર

રાજકોટ લોકસભાની બેઠકમાં મનસુખ માંડવીયા, ભીખુભાઈ દલસાણીયાનું માર્ગદર્શન

રાજકોટઃ આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રદેશ લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, રાજકોટ લોકસભા સીટના પ્રભારી નરહરીભાઈ અમીન, રાજકોટ શહેરના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખભાઈ સાગઠીયા, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, રાઘવજીભાઈ ગડારા, રાષ્ટ્રીય અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વાસોયાની ઉપસ્થિતિમાં લોકસભાની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકનું સંચલાન જીતુભાઈ કોઠારીએ તેમજ મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત કર્યુ હતું. આભારવિધિ કિશોરભાઈ રાઠોડએ કરી હતી.

આ બેઠકમાં ઓમજી માથુરે જણાવ્યુ હતું કે આગામી લોકસભાની ચૂંટણીઓ સાવ નજીક છે ત્યારે કાર્યકર્તાઓ માટે આ પરીક્ષાની ઘડી છે, અંતિમ ઘડીમાં પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી 'નયા ભારત'ના નિર્માણનો સંકલ્પ કરવા બુથ કાર્યકર્તાઓને માર્ગદર્શન પાઠવેલ હતું. ત્યારે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના સામર્થ્ય થકી દુનિયામાં શકિતશાળી રાષ્ટ્રનો પ્રભાવ પાથરશે એ નિશ્ચિત છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં લોકતંત્રમાં જનચેતનાનં દાયિત્વ સતત ધબકતુ રાખવા માટે મતાધિકારનું ચૂંટણીપર્વ પણ સુરાજયની દિશાનું વિરાટ કદમ બનશે. નરેન્દ્રભાઈના રૂપમાં દેશને એક સમર્થ અને સક્ષમ નેતૃત્વ મળ્યુ છે ત્યારે તેમના સાતત્યપુર્ણ નેતૃત્વ હેઠળ  છેલ્લા પાંચ વર્ષોમાં 'સર્વજન હિતાય- સર્વજન સુખાય'ના લેવાયેલા અસંખ્ય કલ્યાણકારી પગલાઓ જેમકે આયુષ્માન ભારત, કરોડો ખેડુતોના બેંક ખાતમાં રૂા.૬૦૦૦ પ્રતિવર્ષની સહાયતા, ૧.૫ કરોડ ગરીબ પરીવારોને ઘરનુ ઘર, સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર આરક્ષણ આપવાનો અભુતપૂર્વ નિર્ણય, દેશના દરેક ગામ- દરેક ગામમાં વીજળી, મધ્યમ વર્ગને ૫ લાખ સુધીની વાર્ષિક આવકવાળા કરદાતાઓને ટેકસમાં સંપૂર્ણપણે છૂટ, મહિલાઓને સન્માન અને અધિકારની પ્રાપ્તિ, દેશના રક્ષા બજેટમાં અભૂતપૂર્વ વધારો, યુવાનોને સશકત અને સબળ બનાવતી અનેકવિધ યોજનાઓ જેવું ભાથુ લઈને ભાજપનો કાર્યકર્તા લોકો સમક્ષ જાય અને લોકોને આ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપે તે દિશામાં માર્ગદર્શન આપ્યુ હતું.

આ બેઠકમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું સંગઠન હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જવાબદારી વિશેષ બની રહે છે. ત્યારે 'મેરા પરિવાર- ભાજપા પરિવાર' માં સમાજના દરેક વર્ગને જોડી બુથનો એક કાર્યકર્તા ૧૦ પરિવારોને સરકારી યોજનાઓ સાથે જોડી તેને માહિતગાર કરે એ માટે માર્ગદર્શન આપ્યું હતું. સવાસો કરોડ દેશવાસીઓના આર્શિવાદ ભારતીય જનતા પાર્ટીની સાથે છે ત્યારે આગામી ચૂંટણી જંગ ભાજપના રાષ્ટ્રવાદ અને કોગ્રેસના પરિવારવાદની વિચારધારાનો છે, ત્યારે ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીની મજબુત સરકાર બની ત્યારથી જ ભ્રષ્ટાચારના મહાયુગનો અસ્ત થયો હતો ત્યારે આગામી ચૂંટણીમાં બુથસૈનિકોની ભુમિકા મહત્વપુર્ણ બની રહેશે. ત્યારે ૨૦૧૯ની ચૂંટણી દેશની આકાંક્ષાઓ પૂર્ણ કરનારી બની રહેશે.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે તેમના શાસનમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ' ના મંત્રને સાર્થક કરતા અનેક લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓ અમલમાં મુકી છે ત્યારે દેશનો સર્વ ક્ષેત્રે સર્વાંગિ વિકાસ થયો છે. ત્યારે બુથનો કાર્યકર્તા આ યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી દેશની ! વિકાસયાત્રાને આગળ ધપાવવા કટિબદ્ધ બને તે દિશામાં માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

આ બેઠકની વ્યવસ્થા કમલેશભાઈ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજ૫ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના રમેશભાઈ જોટાંગીયા, પંકજભાઈ ભાડેશીયા,જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, નલહરી પંડિત, ચેતન રાવલ, હરેશ ફીચડીયાએ જહેમત ઉઠાવી હતી.

 

 

 

 

(3:50 pm IST)