Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મહિલા સેમીનાર

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સીકયુરીટીઝ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા અને ગ્રાહક સુરક્ષા મંડળ તથા જાગૃત ગ્રાહક સુરક્ષા મહિલા મંડળના સંયુકત ઉપક્રમે એમ.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક મહિલા સેમીનારનું આયોજન કરાયુ હતુ. માજી સાંસદ શ્રીમતી રમાબેન માવાણીએ સેમીનાર સંબોધી બહેનોએ પોતાનું યુધ્ધ ખુદને લડવા અને જાહેર જીવનમાં સશકત અને સ્વતંત્ર થવા ગુણવતાયુકત અભ્યાસ અને ઉંચા સ્વપ્નો કેળવવા શીખ આપી હતી. કુ. પૂર્વી બેન દવેએ આકાશ એ જ લીમીટ હોવાનું જણાવી કોઇપણ ક્ષેત્રે ધગશ પૂર્વક આગળ વધવા પોતાનો જાત અનુભવ વર્ણવ્યો હતો. શ્રીમતી દિપાબેન કોરાટે રસોડાથી યુધ્ધ મેદાન સુધી પહોંચેલ બહેનોને બીરદાવી હતી. પ્રમુખ સ્થાનેથી ન્યાય મુર્તિ એન. એમ. ધારાણીએ પ્રાસંગીક પ્રવચન કરી મહીલાઓને દેવીસ્વરૂપ ગણાવેલ. સેમીનારમાં ડો. અર્જુનસિંહ રાણા અમિતભાઇ જોષી, કાર્તીકભાઇ બાવીસી, વિરલભાઇ પીપળીયા, અશોકભાઇ કોયાણી, બી. એમ. ગોસાઇ,  એચ. આર. જરીયા વગેરે ઉપસ્થિચત રહ્યા હતા. (૧૬.૧)

 

(3:39 pm IST)