Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વોર્ડ નં.૧૩માં ગેદાપાણી વિતરણની ફરિયાદ ભૂતકાળ બનશે

કોઠારિયા વિસ્તારમાં રૂ.૧.૨૦ કરોડના ખર્ચે ડી.એ પાઇપ લાઇન નેખાશેઃ કોર્પોરેટર જયાબેન ડાંગર અને નીતિન રામાણીના પ્રયત્નો સફળ

રાજકોટ, તા.૯: શહેરના વોર્ડ નં.૧૩નો પાણીનો વર્ષો જુનો પ્રશ્ન હલ કરવામાં આપ્યો છે. આ સમસ્યા હલ થતા કોર્પોરેટરશ્રી જયાબેન હરિભાઈ ડાંગર, નીતિનભાઈ રામાણીનો પ્રયત્નો સફળ થયા છે.

આ અંગે કોર્પોરેટરની યાદીમાં જણાવ્યા મુજબ ભાજપના  કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર,  નીતિનભાઈ રામાણી, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, વોર્ડ નં.૧૩ના કોઠારીયા વિસ્તારમાં ભળેલા રહેણાંક વિસ્તાર ચામુંડાનગર, વિશ્વકર્મા, ખોડીયારપરા વિસ્તારમાં રૂ.૧.૪૪ કરોડના ખર્ચે રાજકોટમાં વોર્ડ નં.૧૩માં ૨૪ કલાક પાણી મળી રહે તેવી ડી.એ. પાણીની પાઈપ લાઈનની સુવિધા લોકોને મળશે. અને પાણી ખરાબ આવવાના પ્રશ્નો હવેથી ભૂતકાળ બની જશે.

(3:37 pm IST)