Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ગામ નમૂના નં. ૬માં વારસાઇ ફેરફારની નોંધ હવે ઓનલાઇન

અરજી કર્યા પછી ૧પ દિ'માં અસલ દસ્તાવેજો રજૂ કરવા

રાજકોટ, તા. ૯ : મહેસુલ વિભાગે ગામ નમૂના નં. ૬માં ઇ-ધરા કેન્દ્ર ખાતે વારસાઇ ફેરફારની નોંધ ઓનલાઇન કરવા બાબતે ૭ માર્ચ પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે વારસાઇ ફેરફાર નોંધની અરજી ઓનલાઇન કરવા નીચે મુજબની કાર્યપદ્ધતિ અનુસરવાની રહેશે.

અરજી પ્રક્રિયા-અરજદાર પક્ષે

. વારસાઇ નોંધ માટે iORA@gujarat.gov.in વેબ સાઇટ પર અરજીના પ્રકારમાં ઓનલાઇન વારસાઇ નોંધ માટેની અરજી એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. . અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં ડેટા અસ્વરૂપે દાખલ કરવાની રહેશે. .iORA સાઇટ પર ગુજરાતી શ્રુતિ ફોન્ટની વિગતો જણાવેલ છે. . સહીવાળી અરજી સાથે 'મરણનું પ્રમાણપત્ર' તથા મરણ પામનાર ખાતેદારનું, તલાટી રૂબરૂનું 'પેઢીનામુ'- સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. તથા અરજી સબમિટ કર્યા તારીખથી મહત્તમ ૧પ દિવસમાં અસલ દસ્તાવેજો, જે તે તાલુકાના ઇ-ધરા કેન્દ્ર ખાતે રજુ કરવાના રહેશે.  . અરજી સાથે ૭/૧ર, ૮-અ જેવા અન્ય કોઇ જ દસ્તાવેજ અપલોડ કરવાના નથી. . જો કોઇ ચોક્કસ કિસ્સા માટે કોઇ કોર્ટનો હુકમ હોય તો તેની વિગતો અપલોડ કરવાની રહેશે.

ઓટો મ્યુટેશન

ઉકત તમામ વિગતોની ડેટા એન્ટ્રી કરી તથા ગુજરાત દસ્તાવેજો અપલોડ કર્યા બાદ સબમિટ કરવાથી અરજદારની અરજી કાચી નોંધ સ્વરૂપે લોક થશે. મરણ પામનાર તથા તેમના વારસોની વિગત સાથેની સ્ક્રિપ્ટ સાથે જે તે ગામના ઓનલાઇન હકપત્રકે કાચી નોંધનો નંબર જનરેટ થશે. અરજદાર તથા અરજી મુજબના હક ધરાવનાર તમામના મોબાઇલ નંબરની વિગતો રજૂ કરેલ હશે તો તે તમામને વારસાઇની કાચી નોંધ બાબતે નિયત 'SMS' જશે.

(3:31 pm IST)