Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

કાલે ૨૫૦ બ્રહ્મપુરીની વાડીમાં બ્રહ્મપરિવારોને મા અમૃતમ્ કાર્ડ વિતરણનો કેમ્પ

મેયર બીનાબેન આચાર્ય, ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ વિ.ની ઉપસ્થિતિ

રાજકોટ, તા.૯ : બ્રહ્મસમાજના લાભાર્થીઓને કાર્ડ પહોંચતા કરવા આવતીકાલે તા.૧૦ના રવિવારે સાંજે ૪ થી ૬ ''બ્રહ્મપુરી'' વાડી ૭- કોટક શેરી, દિવાનપરા ખાતે મેયર બીનાબેન આચાર્યની અધ્યક્ષતામાં મા-અમૃતમ્ કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના એ તમામ લાભાર્થીઓ કે જેઓને સંસ્થા દ્વારા ટેલીફોનિક અથવા એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવેલ છે એવા લાભાર્થીઓએ અચુક સમયસર ઉપસ્થિત રહી પોતાના મા-અમૃતમ કાર્ડ મેળવી લેવા.

આ કાર્યક્રમનું ઉદ્દઘાટન જાણીતા ધારાશાસ્ત્રી અને બ્રહ્મઅગ્રણી અભયભાઈ ભારદ્વાજના હસ્તે કરવામાં આવશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર મહિલા મોરચાના અધ્યક્ષ અંજલીબેન રૂપાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, નાયબ મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ શહેર પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ મેયર તથા જયમનભાઈ ઉપાધ્યાય, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શહેર મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, આરોગ્ય સમિતિના ચેરમેન જૈમીન ઠાકર, સમસ્ત શ્રી ગૌડ બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ જાની, ઉપપ્રમુખ શૈલેષભાઈ દવે તથા શ્રી નથુતુલસી ઔદિચ્ય સમાજના પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ ઉપસ્થિત રહેશે.

બ્રહ્મસમાજના જરૂરીયાતમંદ પરીવારોને આ યોજનાનો લાભ અપાવવા બ્રહ્મસેતુ ફાઉન્ડેશન, ભૂદેવ સેવા સમિતિ, નથુતુલસી ઔદિચ્ય સમાજ તથા સમસ્ત શ્રીગૌડ બ્રહ્મસમાજના તમામ કાર્યકર્તાઓ તેમજ શ્રી સંતોષાનંદ પાઠશાળાના આશીતભાઈ જાની, ઔદિચ્ય ઝાલાવાડી સમાજના સતીષભાઈ રાવલ સહિત દરેક બ્રહ્મ યુવાનોએ જહેમત ઉઠાવી આશરે ૧૦૦૦ પરીવારોની નોંધણી કરાવી હતી. જેમાંથી ૨૫૦ પરીવારોને આવતીકાલથી લાભ મળતો થશે. બાકી રહેલા દરેક લાભાર્થીઓને આગામી દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમ યોજી લાભ અપાવવામાં આવશે એમ સંસ્થાના અધ્યક્ષ દિપકભાઈ ભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તસ્વીરમાં દિપકભાઈ ભટ્ટ, સતીષભાઈ રાવલ, તેજસભાઈ ત્રિવેદી અને નિલમબેન ભટ્ટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૨)

(3:18 pm IST)