Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ઝોન-૧ હેઠળના પોલીસ મથકો દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમીતે મહિલા સશકિતકરણના કાર્યક્રમો

રાજકોટઃ ગઇકાલે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે શહેરના ઝોન-૧ હેઠળના પોલીસ મથકોમાં મહિલા સશકિતકરણ અંગેના કાર્યક્રમો યોજાયા હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને એસીપી એસ.આર. ટંડેલના માર્ગદર્શન હેઠળ ઝોન-૧ના તમામ પોલીસ મથકોમાં અલગ-અલગ અધિકારીઓ અને મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા મહિલાઓના સશકિતકરણ અને સુરક્ષા બાબતે સમજ અપાઇ હતી. ગર્લ્સ સ્કૂલોમાં પણ આવા કાર્યક્રમો યોજાયા હતાં. છાત્રાઓ તેમજ શાળા સંચાલકો, વાલીઓને પણ જરૂર પડે તો પોલીસની મદદ મેળવવા સમજ અપાઇ હતી. આ ઉપરાંત એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં મહિલા પીએસઆઇ રામાનુજ તથા મહિલા કોન્સ્ટેબલ દ્વારા કોટક સાયન્સ કોલેજ ખાતે મહિલા સશકિતકરણ અંગે છાત્રાઓને સમજ આપવામાં આવી હતી.  જે નીચેની તસ્વીરમાં જોઇ શકાય છે.(૧૪.૭)

(3:16 pm IST)