Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પટેલવાડી પાસે રિક્ષાએ બાઇકને ટક્કર મારતાં કોળી દંપતિ અને બાળાને ઇજા

રાજકોટ તા. ૯: પેડક રોડ પાસે પટેલ વાડી નજીક સાંજે બાઇકને પાછળથી રિક્ષાએ ઠોકર મારતાં ભગવતીપરાના કોળી દંપતિ અને સાથે બેઠેલે પડોશીની દિકરીને ઇજા થતાં રિક્ષાચાલકે જ ત્રણેયને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

જાણવા મળ્યા મુજબ ભગવતીપરા-૫માં રહેતાં દિપકભાઇ જીવણભાઇ અપાસરીયા (ઉ.૪૨) સાંજે પોતાના પત્નિ મીનાબેન (ઉ.૪૦)ને બાઇકમાં બેસાડી દવા લેવા લઇ જતાં હતાં ત્યારે પડોશમાં રહેતી અંજીલ ઇમ્તિયાઝ ચુડાસમા (ઉ.૬) પણ આઇસ્ક્રીમ ખાવો હોઇ સાથે બેસી ગઇ હતી. ત્રણેય પટેલ વાડી પાસે પહોંચ્યા ત્યારે પાછળથી રિક્ષાની ટક્કર લાગતાં બાઇક પરથી ત્રણેય ફંગોળાઇ જતાં ઇજા થઇ હતી. રિક્ષાચાલક ગોપાલભાઇ દાનાભાઇ વકાતરે જ ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.(૧૪.૫)

(3:14 pm IST)