Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં લોલંલોલઃ બાળકને ઓરી-વિટામીનના ટીપા આપવામાં મોટી ભુલ

તંત્રીશ્રી,

મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રોની વિશ્વસનીયતા સામે ગંભીર સવાલ ઉભા કરતો ચોંકાવનારો બનાવ બન્યો છે.

મારા પુત્ર ચિ.માધવ (ઉ.વ.પોણાચાર માસ)ને નારાયણનગર આરોગ્ય કેન્દ્રમાં આઇ.પી.વી.ની રસી મુકાવવા પત્નિ સાથે ગયા હતા.

મેં આઇ.પી.વી.રસી મુકાવવાની જાણ ફરજ પરના કર્મચારીઓને કરેલી હતી, છતા ફરજ પરના કર્મચારીઓએ ઓરીની રસી તથા વીટામીન એ ના ટીપા કે જે નવ માસના બાળકને આપવાના હોય તે ટીપા અને ઇંજેકશન ભુલથી ચિ.માધવને (ઉ.વ.પોણા ત્રણ માસ) આપી દીધેલ. ત્યારબાદ મમતા કાર્ડ પરના લખાણની ખરાઇ કરતા તેઓનું ધ્યાન દોરતા, તેઓએ પોતાની ભુલ સ્વીકારેલ અનેકહેલ કે ભુલથી ઓરી અને વીટામીન એ ના ટીપા અપાઇ ગયેલ છે. તેઓએ પોતાની ભુલ સ્વીકારતા ફરજ પરના બન્ને કર્મચારીઓએ પોતાની ભુલનું કબુલાતનામુ કરી આપેલ છ.ે

હવે પ્રશ્ન એ થાય છે. કે, શું આ કર્મચારીઓ તાલીમ પામેલા છે? જો નથી તો આવા અણધડ કર્મચારી પાસેથી આવા પ્રકારનું કામ લેવાય અને આવી ભુલો કરે તો જવાબદારી કોની રહે ? આ બાબતે નારાયણનગર આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરનું ધ્યાન દોરતા તેઓએ બન્ને કર્મચારીઓ વિરૂધ્ધ નોટીસ આપશે તેવું જણાવેલ છે

જો બાળકને કાંઇ થયું હોય તો જવાબદારી કોની ? અને ભવિષ્યમાં પણ જો આવી જ ભુલો કરતા રહ તો આરોગ્ય કેન્દ્રની વિશ્વસનીયતા કેટલી? આ માટે કાયદાકિય પગલા લેવા વિચારી રહ્યા છે.(૬.૨૩)

ચિરાગ એમ.કકકડ (એડવોકેટ)

મો.૯૬ર૪૮ ૮૮૩૮૮

(4:23 pm IST)