Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

એડવોકેટ મિત્રો વચ્ચે કોર્ટમાં નહિં પણ ક્રિકેટના મેદાનમાં જામશે મુકાબલા : શનિ - રવિ જંગ

સ્વ. પ્રશાંતભાઈ લખતરીયાના સ્મરણાર્થે રાજકોટ ક્રિમીનલ બાર એસો. દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન : કુલ ૧૨ ટીમો, ટ્રોફી, શિલ્ડ સહિતના ઈનામો અપાશે

રાજકોટ, તા. ૯ : રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશન દ્વારા તા. ૧૦ તથા તા.૧૧ (શનિ-રવિ)ના ડ્રાઈવઈન સીનેમા ગ્રાઉન્ડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે એડવોકેટ મિત્રોની વચ્ચે ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશન દ્વારા દર વર્ષે વકીલ મિત્રો માટે જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. વકીલ સામાન્ય રીતે સતત કાર્યશીલ રહેતા હોય તેઓના મનોરંજન માટે તેમજ વકીલ મિત્રો વચ્ચે આંતરીક ભાઈચારો વધે તેવા શુભ ઉદ્દેશથી દર વર્ષે આયોજીત કરવામાં આવતી હોય તેવી રીતે આ વર્ષે પણ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. ટુર્નામેન્ટ સ્વ. પ્રશાંતભાઈ લખતરીયા કે જેઓ ભૂતકાળમાં રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ રહી ચૂકેલ છે અને તેઓ ભૂતકાળમાં પણ સ્પોટ્ર્સ લેવલે આગવી ભૂમિકા નિભાવી ચૂકેલ છે અને ભૂતકાળમાં સ્વ. પ્રશાંતભાઈ લખતરીયા દ્વારા ક્રિમીનલ બાર એસોસીએશનને આગળ લાવવા માટે તેઓ સિંહફાળો તથા યોગદાન રહેલ છે. જેને રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશન કયારેય પણ ભૂલી નહીં શકે અને તેમના પૂણ્ય સ્મરણાર્થે આ વર્ષે પણ રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશન દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં વકીલોનું તથા કોર્ટ સ્ટાફની જુદી જુદી ૧૨ ટીમો વચ્ચે રોમાંચક સ્પર્ધા યોજાશે.

તા.૧૦ શનિવારે ૬ મેચો તથા તા.૧૧ રવિવારે ૫ મેચો રમાશે અને આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમ, રનર્સઅપ ટીમ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેનને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટના આયોજકો તુષારભાઈ બસલાણી, જે. એફ. રાણા, એન. ડી. ચાવડા, હિતેન્દ્રસિંહ જાડેજા, રાજકુમાર હેરમા, હેમાંગ જાની, ગીરીરાજસિંહ જાડેજા, મનીષભાઈ ખખ્ખર, નીરવ પંડ્યા, જે.બી.શાહ, યોગેશ ઉદાણી, ઈન્દુભા ઝાલા, અશ્વિન ગોસાઈ, રાજભા ગોહિલ, ઈન્દુભા રાઓલ, ધીમંત જોષી, ચીમનભાઈ સાકળીયા, રવિ વાઘેલા, ડી.બી. બગડા વગેરેઓની નિમણુંક કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટનો એક ને એક જ માત્ર ઉદ્દેશ એકબીજા પ્રત્યેની મિત્રતાને ગાઢ સ્વરૂપમાં જાળવી રાખવાનો છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કારોબારી સભ્યો એલ. જે. રાઠોડ, શૈલેષભાઈ સુચક, મનીષભાઈ મહેતા, ઉજ્જવલ રાવલ, દિપક દત્તા, કિશન વાગડીયા, મનીષ કોટક, ચેતનાબેન કાછડીયા, નમીતાબેન કોઠીયા, હર્ષાબેન નિરવભાઈ પંડ્યા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ટુર્નામેન્ટમાં કોમેન્ટેટર તરીકે અમીત વ્યાસ, ધીમંત જોષી, ઈન્દુભા રાઓલ, હર્ષદ બારૈયા, જીતેન્દ્રસિંહ જાડેજા, કેતન ભટ્ટી વગેરે સેવા આપશે.

ઉકત તસ્વીરમાં એડવોકેટ મિત્રો સર્વેશ્રી તુષારભાઈ બસલાણી, જે. એફ. રાણા, હિતેન્દ્રસિંહ જાડેજા, હેમાંગ જાની અને શૈલેષભ)ઈ સુચક નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૨)

(4:23 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • સુરત -જિલ્લા એસ.પી.એ પ્રવીણ તોગડીયાના અકસ્માતમાં મામલે પી.એસ.આઈ. રાજીવ સંધાડા અને બે કોન્સ્ટેબલ જીવન ભાઈ અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિસોળેને કર્યા સસ્પેન્ડ access_time 9:24 am IST