Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સગીર પુત્રી પુખ્ત વયની થાય તો પણ પિતા પાસેથી ભરણ પોષણ મેળવી શકે છે

મહિલા ધારાશાસ્ત્રીની પુત્રીની રકમમાં વધારો કરતી કોર્ટ

રાજકોટ તા.૯: સગીર પુત્રી ખુપ્ત વયની થાય તો પણ પિતા પાસેથી ભરણ પોષણ મેળવી શકે છે તેવી રજુઆતને ધ્યાનેલઇને ફેમીલી કોર્ટે રાજકોટના મહિલા ધારાશાસ્ત્રીની પુત્રીના ભરણ પોષણ કેસમાં મોંઘવારી વધતા રકમમાં વધારો કરી આપવાનો ફેમેલી કોર્ટે હુકમ કરી આપ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટમાં જામનગર રોડ ઉપર રહેલા મહિલા ધારાશાસ્ત્રી અલ્કાબેન આર.પંડયા તથા જે-તે સમયે અગાઉ સગીર પુત્રી-શિતલનો ત્યાગ કરેલ હોય. પતિ તથા પિતાનો દરજજો અપનાવેલ ન હોય જેથી ભરણ પોષણ મેળવવા બન્નેએ તેમના પતિ તથા રાજેશભાઇ બળવંતભાઇ પંડ્યા કે જેઓ પી.જી.વી.સી.એલ.માં કાયમી ઉચ્ચ હોદા ઉપર ફરજ બજાવે છે અને પોરબંદર પી.જી.વી.સી.એલ.કોલોનીમાં રહે છે અન્ય કોઇની જવાબદારી નથી. આવી તમામ રજુઆતો ધ્યાને લઇ અગાઉ ભરમ પોષણની રકમ અરજદાર નં.૧ અલ્કાબેન પંડ્યા કે જેઓ એડવોકેટ હોવા છતા પણ તેમને ભરણ પોષણ ચુકવવા અંગેનો હુકમ થયેલ. તેમજ નં.૨ સગીર પુત્રી-શિતલની રકમ રૂ.૧,૫૦૦ નો હુકમ થયેલ.

ત્યારબાદ સનેઃ૨૦૧૬ માં સદરહુ હુકમમાં મોંઘવારી વઘતા, વધારો કરવા રૂ.૨૭૦૦ પુત્રી શિતલને ચુકવવાનો હુકમ થયેલ.

સામાવાળા રાજેશભાઇ પંડયાએ એવી તકરાર લીધેલ કે શિતલ હવે સીગર પુત્રી નથી હાલમાં ઉ.વ.૨૬ વર્ષની છે. તેમજ મોંઘવારી વધેલ છે પરંતુ મોંઘવારી અમને પણ નડે છે. ત્યારબાદ સમગ્ર પુરાવો લીધા બાદ ફેમીલી કોર્ટના જજશ્રી શૈલેષભાઇ એમ.મહેતાએ અરજદારોના વકીલશ્રી હર્ષદકુમાર એસ.માણેકે લીધેલી ઉલટતપાસ તથા કરેલ દલીલો ધ્યાને લઇ, સગીર પુત્રી-શિતલ હવે પુખ્તવયની થયેલ છે. પરંતુ હજુ સુધી તેણીના લગ્ન થયેલ નથી. પોસ્ટ ગ્રેજ્યુએટ બી.એ. વીથ ઇંગ્લીશ મીડીયમનો અભ્યાસ કરેલ છે. તેણીની કોઇ સ્વતંત્ર આવક નથી.પિતાશ્રીના સ્ટેટસ મુજબ પુત્રીને આવક ન હોય, પિતાશ્રીની જવાબદારી થાય છે.

આવી તમામ રજુઆતો ધ્યાને લઇ તથા મોંઘવારી ધ્યાને લઇ સગીર પુત્રી શિતલને સ્ટેટસ મુજબ માસિક રૂ.૪૦૦૦ની નિયમીતપણે અરજી દાખલ તારીખથી ચુકવી આપવાનો હુકમ કરેલ છે, આમ પુત્રી ૨૬ વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા છતાં પણ પિતાશ્રી પાસેથી ભરણ પોષણ મેળવી શકે છે તેવું સ્પષ્ટ રેકર્ડ ઉપર લાવી શકેલ છે, જેથી હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદારો અલ્કાબેન પંડ્યા તથા પુત્રી-શિતલ પંડયાવતી રાજકોટના પ્રસિધ્ધ સીનીયર યુવા ધારાશાસ્ત્રી હર્ષદકુમાર એસ.માણેક, સોનલબેન બી.ગોંડલીયા રોકાયેલા છે. તેમજ અલ્કાબેન પંડ્યાએ એડવોકેટ દરજજે પણ જાતે રજુઆત કરેલ છે.(૧.૧૬)  

(4:21 pm IST)