Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

હોલ ટીકીટ અટકાવતા સોમનાથ સ્કુલે એનએસયુઆઇનું હલ્લાબોલ

તાળાબંધી-કરણ લાવડીયાના નેતૃત્વમાં સંચાલકો સામે ઉગ્ર રજુઆત

રાજકોટ, તા., ૯: ૧ર માર્ચથી શરૂ થતી ધો.૧૦ અને ૧રની પરીક્ષા પુર્વે સેંકડો વિદ્યાર્થીઓ ફી પ્રશ્ને હોલ ટીકીટ અટકાવતા સંચાલક અને વાલી વચ્ચે ઘર્ષણ વધ્યું છે. આ સંજોગોમાં આજે રાજકોટની એક શાળાએ હોલ ટીકીટ અટકાવતા વિદ્યાર્થીની તબીયત લથડી હતી.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના હુડકો કવાર્ટર વિસ્તારમાં આવેલ સોમનાથ સ્કુલ અભ્યાસ કરતી ધો.૧૦ની વિદ્યાર્થીની ધારા જોલાપરાની ફી બાકી રહી હોય સંચાલક દ્વારા હોલ ટીકીટ અટકાવાતા બપોરે તબીયત લથડી હતી. આ મુદ્દે આજે એનએસયુઆઇના ઉપપ્રમુખ કરણ લાવડીયાના નેતૃત્વમાં સ્કુલ સંચાલક અને ડીઇઓને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

એનએસયુઆઇની રજુઆતમાં મોહીત રાજપુત, નિલભાઇ સોલંકી, અભિરાજભાઇ તલાટીયા સહીતના કાર્યકરો જોડાયા હતા. અને સ્કુલમાં તાળાબંધી કરી ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

(4:21 pm IST)