Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

છોટુનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં નળ કનેકશન અપાશેઃ પાઇપ લાઇનના કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ત્વરિત મળી રહે તે માટે સતત કામગીરી કરવામાં આવે છે. વોર્ડ નં. ૨માં ભાજપના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા વિસ્તારના જુદા જુદા લોકઉપયોગી કામો મંજુર કરાવવામાં આવે છે તેના જ એક ભાગરૂપે વોર્ડ નં.૨માં આવેલ છોટુનગર ઝુપડપટ્ટી વિસ્તાર માંથી પસાર થતા ટી.પી. રોડ પર આવેલ મકાનોને પાણીની સુવિધા મળી રહે તે માટે પાણીના કનેકસન આપવા પાણીની લાઈનનું લોકાર્પણ કરતા રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા ના પ્રભારી શ્રી અંજલીબેન રૂપાણી હસ્તે કરવામાં આવેલ

આ પ્રસંગે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વોર્ડ નં.૨ના વોર્ડ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર  વોર્ડ નં. ૨ના ભાજપના કોર્પોરેટર તથા ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ નં. ૨ના ભાજપ કોર્પોરેટરશ્રી આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ ન. ૨ના ભાજપ કોર્પોરેટર તથા  સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોર્ડ નં. ૨ના ભાજપ કોર્પોરેટર સોફીયાબેન દલ, વોર્ડ નં૦ ૨ના ભાજપ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહેલ, વોર્ડ મહામંત્રી જયસુખભાઈ પરમાર, તથા પૂર્વ કોર્પોરેટર લીલાબા જાડેજા, ધર્મેન્દ્રભાઈ મીરાણી, જસુમતીબેન વસાણી, અતુલભાઈ પંડિત, યુવરાજસિંહ સરવૈયા, અગ્રણીઓ ગુલાબસિંહ જાડેજા, કમલેશ ભાઈ રાઠોડ માધવભાઈ દવે, નિલેશભાઈ વ્યાસ, હોજેફાભાઈ સાકીર, કિશોરભાઈ શર્મા, નેમિષ પરમાર, નરેન્દ્રસિંહ ગોહીલ,, જે.ડી. ઉપાધ્યાય, અનતભાઈ ભગદેવ, છેલાભાઈ સાગઠીયા, વિક્રમસિંહ જાડેજા, ધનશ્યામસિંહ રાઠોડ, પારસભાઈ સોલંકી, હસુભાઈ પોપટ, ભરતભાઈ તેરેયા, સોમાભાઈ, હેમુભાઈ વઢિયારા, હિતેશભાઈ ગમારા, સવજીભાઈ, ખીમજીભાઈ, જવેરામ ભગત, ડાયાભાઈ, સંજયભાઈ વારૈયા, માધુભાઈ, ગીરીશભાઈ રાઠોડ, ધારાબેન વેષ્ણવ, ગજરાબેન વડેરા, માધવીબેન ઉપાધ્યાય, સીમાબેન અગ્રવાલ, દેવ્યાનીબેન રાવલ, દીપાબેન કાચા, દક્ષાબેન પોપટ, નીધ્ધીબેન પોપટ, હેમાબેન, કાંતાબેન, નીતુબેન કનારા, વિગેરે તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૩૮)

(4:18 pm IST)