Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

રીક્ષામાં મુસાફરને બેસાડી લૂંટના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૯ : પરપ્રાંતિય શખ્સને રીક્ષામાં બેસાડી લૂંટના ગુન્હા સબબ પકડાયેલ તામ આરોપીઓને કરતી સેસન્સ કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ગત તા. ૧૮-૧૧-ર૦૧૭ના રોજ આ કામના ફરીયાદી ધનંજય પ્રજાપતિએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પોતાની પાસે રહલ રોકડ રકમ રપ૦૦/- તેમજ રીલાયન્સ કંપનીનો મોબાઇલ પોતે જે રીક્ષામાં રેલ્વે સ્ટેશન જવા માટે બેઠેલ હતો તે રીક્ષાના ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલ બે વ્યકિતએ અજાણી જગ્યામાં રીક્ષા ઉભી રાખી ફરીયાદી પાસે જે હોય તે આપી દેવા જણાવેલ. જેથી ફરીયાદી પાસેથી મોબાઇલ અને રોકડ રકમ રપ૦૦/-ની લૂંટના ગુન્હાની ફરીયાદ નોંધાયેલ.

ત્યારબાદ આ કામના આરોપીઓ (૧) અમિત સંજય ચૌહાણ (ર) બેચર જગદીશ રાઠોડ, (૩) અભિષેક ઇશ્વરદાન સુરીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ દ્વારા આરોપીઓને જયુ. કસ્ટડીમાં મોકલવામાં આવેલ.

ઉપરોકત તમામ આરોપીએ પોતાના વકીલ મારફત જામીન પર છૂટવા અરજી ગુજારેલ જેમાં તેમના એડવોકેટ દ્વારા જજશ્રી બી.પી. પુજારાએ તમામ આરોપીઓને જામીન મુકત કરેલ છે.

આ કામના આરોપી વતી રાજકોટના એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ અને જાહીદ એન. હિંગોરા રોકાયેલ હતાં.(૮.૧૬)

(4:16 pm IST)