Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

માલવીયાનગર પોલીસ સ્ટેશન સામે સીટી બસ સ્ટોપ બળીને ખાક

માનસિક અસ્વસ્થ જેવા શખ્સે ભેગા કરેલા ગાભા-કચરામાં તણખો પડ્યા બાદ ભડકો થયો

રાજકોટઃ શહેરના મવડી પ્લોટમાં માલવીયાનગર પોલીસ મથક સામે જ આવેલા સીટી બસ સ્ટોપમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડને જાણ થતાં બંબા પહોંચ્યા હતાં અને આગ બુઝાવી હતી. જો કે ત્યાં સુધીમાં બસ સ્ટોપ બળીને ખોખા જેવું થઇ ગયું હતું. ચર્ચાતી વિગત મુજબ એક માનસિક અસ્વસ્થ જેવા વ્યકિતએ આસપાસમાંથી ગાભા-કચરા વીણીને આ બસ સ્ટોપમાં ખડકલો કર્યો હતો. તેમાં કોઇ તણખો ઉડતાં આગ લાગી હતી. તસ્વીરમાં ભડકે બળતું બસ સ્ટોપ અને આગ બુઝાવતાં ફાયર બ્રિગેડના જવાનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૧૩)

(4:15 pm IST)