Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કાલે શનિવારે ૨૧મી સદીના જૈન દર્શન

વકતા જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્યના વકતવ્ય : હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી પણ જમાવટ કરશે : જૈન વિઝનનું આયોજન

રાજકોટ, તા. ૯ : શ્રી વીર પ્રભુના જન્મ કલ્યાણ મહોત્સવ ઉપલક્ષે જૈન વિઝન દ્વારા વિવિધ ધાર્મિક, સામાજીક પ્રવૃતિઓ સાથે સતત એક માસ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવના ઉજવણીના ભાગરૂપે આવતીકાલે તા.૧૦ને શનિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે શાર્પ રાત્રે ૮:૪૫ કલાકે વિખ્યાત વકતા જાણીતા કટાર લેખક જય વસાવડા અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા ૨૧મી સદીના જૈન દર્શન ચિંતનાત્મક વકતવ્ય આપશે.

આ કાર્યક્રમનું સંચાલન સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર તથા હાસ્ય લેખક મિલન ત્રિવેદી નિભાવશે.

આજના યુગમાં વિશમ પરિસ્થિતિમાં વિશ્વના પશ્ચિમી દેશોમાં જૈન ધર્મ દ્વારા આપવામાં આવેલ સંદેશ ''અહિંસા પરમો ધર્મ'' અને ''જીવો અને જીવવા દો'' અનુસરી રહી છે ત્યારે આ બંને નામાંકીત વકતાઓ ૨૧મી સદીના વિશ્વમાં જૈન ફીલોસોફી અને જૈન ધર્મ મુખ્યત્વે ત્રણ તત્વ ઉપર રચાયેલો છે. જેમાં અહિંસા અનેકાન્તવાદ અને અપરિગ્રહ મુખ્ય છે. જયારે સમગ્ર વિશ્વમાં આતંકવાદના ઓછાયા અને વેરઝેરના ભાવ વધી ગયા છે ત્યારે આજના યુવાનો ઉપર જૈન ધર્મ અને તેની ફીલોસોફી તેની પ્રગતિમાં તેના સંસ્કારોમાં કેવી અસરો કરશે તે સમજાવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના ૧૫૦થી વધારે લેડીઝ - જેન્ટ્સ કમીટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી સાથે મિલન કોઠારી, ભરત દોશી, ધિરેન ભરવાડ, ગીરીશ મહેતા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)(૩૭.૮)

(4:13 pm IST)