Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કોઇ ક્ષેત્રે સ્ત્રી નવો ચીલો ચાતરે એટલે તેમની ક્ષમતા ઉપર શંકા ન કરો : કુ. દિપાલી પટેલ

કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા મહિલા દિનની રાસ, ગરબા, નૃત્ય કાર્યક્રમો સાથે ઉજવણી : નારી શકિતઓનું સન્માન

રાજકોટ : વિશ્વ મહિલા દિવસ નિમિતે કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા વિવિધ ક્ષેત્રે સિધ્ધી મેળવનાર મહીલાઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ૧૦૦૦ સભ્ય સંખ્યા ધરાવતી આ કલબ દ્વારા આત્મીય કોલેજ ઓડીટોરીયમમાં ગણેશ સ્તુતી, કથ્થક નૃત્ય, સોલો નૃત્ય, ગરબા, કલ્ચરલ પ્રોગ્રામ તેમજ મોટીવેશનલ કુ. દિપાલીબેન પટેલના વકતવ્યનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. અહીં દિપાલીબેન પટેલે જણાવેલ કે મહિલા સશકિતકરણ એટલે કોઇપણ મહિલા પોતાના નિર્ણય જાતે લઇ શકે તે.  આવી જ કઇક પ્રેરણાથી કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા આ કાર્યક્રમ આયોજીત થયો હશે. મહીલાને તેમના અધિકારો અપાવવા વાતો તો થાય પણ ચરીતાર્થ કરી બતાવાય ત્યારે ખરૂ કહેવાય. કોઇ ક્ષેત્રે કોઇ સ્ત્રી નવો ચીલો ચાતરે એટલે તેમની ક્ષમતા ઉપર શંકા કરવાની માનસીકતા હવે બદલવી પડશે. પાટીદાર સમાજ હંમેશા દિકરીઓ, સ્ત્રીઓની કદર કરતો આવ્યો છે. કલબ વિમેન્સના મેમ્બર તરીકે તાલીમ મેળવી કલાનું અહીં પરફોર્મન્સ અનેક બહેનોએ આપ્યુ હતુ. ધન્વી વાછાણી, વિશ્વા દલસાણીયા, આસ્થા પટેલ, વંશી પટેલ, ગ્રીવા ભલાણી, દ્રસ્ટી સંતોકી, ભુમિ, સ્નેહા સંતોકી, સરોજ પટેલે નૃત્ય, રાસ, ગરબા રજુ કરી સૌની વાહ વાહ મેળવી હતી. રવી બુટાણીના માર્ગદર્શન અને નિરીશા લાલાણી, શિલ્પા દલસાણીયાના સંચાલન હેઠળ આયોજીત થયેલ આ કાર્યક્રમમાં વીંગના એક હજારથી વધુ સમ્યો ઉપસ્થિત રહેલ. આત્મીય કોલેજનો હોલ ફાળવવામાં નલીનભાઇ ઝવેરીનો સહયોગ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કલબ યુવી વિમેન્સ વિંગના માર્ગદર્શક શ્રીમતી જોલીબેન ફડદુની રાહબરી હેઠળ સેજલ કાલાવડીયા, શીતલ ભલાણી, શિલ્પા દલસાણીયા, નિપા કાલરીયા, રૂચિ મકવાણા, બિના માકડીયા, વૈશાલી ઓગાણજા, નિશા લાલાણી, રેખા વૈષ્નાણી, શિતલ હાંસલીયા, સુનિતા ઓગાણજા, દિપ્તી અમૃતીયા, સીમા પટેલ, મિનલ પટેલ, રશ્મિ બેરા, જલ્પા વાછાણી, મૃગાંશી ફળદુ, ખ્યાતી પટેલ, શિલ્પા કાલાવડીયા, શીતલ લાડાણી, પુજા ગોલ, શિલ્પા સુરાણી, શ્રૃતી ભડાણીયા, જોલી કાલાવડીયા, હેતલ પટેલ, મીરા પટેલ અને વર્કીંગ કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે જોલીબેન ફળદુ, સોનલબેન ઉકાણી, ડીમ્પલબેન કનેરીયા, પંચશીલાબેન મોરી, રસીલાબેન સુરેજા, સાધનાબેન વડાલીયાનું સતત માર્ગદર્શન મળેલ.

(4:11 pm IST)
  • જીતેન્દ્ર પરના જાતિય શોષણના કેસમાં નવો વળાંક : તેની કઝિને ફેરવી તોળ્યું, હવે કહ્યું ‘માત્ર છેડતી કરી હતી, સંબંધ નહોતો બાંધ્યો’ access_time 9:24 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST