Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કાલે રાત્રે 'રસ કે ભરે તોરે નૈન' શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ

પદ્મવિભૂષણ ગિરીજાદેવીની સ્મૃતિમાં મ્યુ. કોર્પોરેશન અને આરાધના સંગીત એકેડેમીના સંયુકત ઉપક્રમેઃ ડો. મોનિકા શાહ સૂમધૂર સૂર રેલાવી સંગીત પ્રેમીઓને ડોલાવશેઃ જાજવલ્ય શુકલ (તબલા), આકાશ જોષી (હાર્મોનિયમ) સાથ આપશેઃ પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં યોજાનાર આ કાર્યક્રમને માણવા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરનું જાહેર આમંત્રણ

રાજકોટ તા. ૯ : મ્યુ. કોર્પોરેશન દ્વારા આવતીકાલે તા. ૧૦ને શનિવારે રાત્રે 'રસ કે ભરે તોરે નૈન' શાસ્ત્રીય સંગીતના સુમધુર કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સમાજ-કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર એક સંયુકત યાદીમાં જણાવેલ છે કે, રાજકોટ મહાનગરપાલિકા પોતાની પ્રાથમિક ફરજો તેમજ વિકાસ કામોની સાથો-સાથ જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, યોજવામાં આવે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા તથા આરાધના સંગીત એકેડમીના સંયુકત ઉપક્રમે કાલે તા.૧૦ને શનિવારના રોજ પ. પૂ. પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ(મિનિ હોલ) ખાતે 'રસ કે ભરે તોરે નેન' શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમનું ઉદઘાટન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે. મેયર ડાઙ્ખ. દર્શિતાબેન શાહ, રાષ્ટ્રીયમંત્રી અનુસુચિત જાતિ મોરચો ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક રાજુભાઈ અઘેરા વિગેરે ઉપસ્થિત રહેશે.

આ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા કરવા માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર 'રસ કે ભરે તોરે નેન' શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં નીચે મુજબના સુવિખ્યાત કલાકારશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પોતાની આગવી કલા રજુ કરશે. જેમાં ડો. મોનિકા શાહ – શા સ્ત્રીય ગાયિકા,  શ્રી જાજવલ્ય શુકલ – તબલા, શ્રી આકાશ જોષી – હાર્મોનિયમ વગેરે શાસ્ત્રીય સંગીતના સુમધુર સૂર રેલાવી લોકોને ડોલાવશે. આ કાર્યક્રમ માણવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ-કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ શા સ્ત્રીય સંગીતને માણવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

ડો.મોનિકા શાહ પ્રાચિન કર્ણપ્રિય ગીતો રજુ કરશે

રાજકોટ મહાનગર પાલિકા અને આરાધના સંગીત એકેડમી અમદાવાદના સંયુકત ઉપક્રમે ''રસકે ભરે તોરે નૈન''સંગીતના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવે છે.  એક નોખો છતા અનોખા આ કાર્યક્રમમાં અમદાવાદના ડો.મોનિકા શાહ રજુ કરશે તેમના ગુરૂ પદ્મવિભૂષણ ગિરીજા દેવીની ઠુમરી, દાદરા, ફુલો, ચૈતી ભજન સાથે 'કુમરીના રાણી' તરીકે જગવિખ્યત તેમના ગુરૂ ગીરીજા દેવીના મીઠા મધુરા સંભારણા બનારસ ઘરનાની પ્રસિધ્ધ, પ્રાચીન, લોકપ્રિય કર્ઠાપ્રિય આ ગીતોનો લ્હાવો લૂટવા, માણવા અને આનંદની અનુભતિ કરવા સૌ રસિક શ્રોતાગણને ભાવભર્યુ આમંત્રણ છે.

સુરર્માણ ડો. મોનિકાબેન શાહ ગુજરાત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયિકા છે. તેઓ ગુજરાત સરકારના ગૌરવ પૂરસ્કારથી નવાજિત છે તેઓને અનેક સન્માન પ્રાપ્ત થયા છે જેમાના તાનારીરી એવોર્ડ, સુરમિણ, સંગીત શીરોમણિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એવોર્ડ, પ્રિયા GEEI નવદિપ પ્રતિષ્ઠાન એવોર્ડ વગેરે...

તેઓ છેલ્લા ૧૦ વર્ષથી અમેરિકા,કેનેડા ખાતે કાર્યક્રમો અને શિબિરો કરી પોતાના મજબુત રીયાઝી અવાજ દ્વારા ભારતીય સંગીતનો પ્રચાર  અને પ્રસાર કરે છે. તેઓ 'અકીલા' તથા દિવ્ય ભાસ્કર જેવા પ્રસિધ્ધ સમાચાર પત્રોમાં સંગીતના લેખો લખીને  તેમની સંગીત આરાધના ભા-૧ બીજી સંગીતની પુસ્તિકાઓ વિદ્યાર્થી અને સંગીત રસિક ગણના મુળ પ્રચાર અને પ્રસાર પામેલ

(4:25 pm IST)