Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સીતારામ સોસાયટીમાં નિદાન કેમ્પ

 વોર્ડ નં.૪માં અંદરના ફાટકની બાજુમાં સીતારામ સોસાયટી તથા બજરંગ સોસાયટીના સંયુકત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનંુ આયોજન કરવામાં આવેલ. જેનંુ ઉદઘાટન વોર્ડ નં.૪ના જાગૃત કોપોરેટર અશ્વિનભાઇ મોલીયા દ્વારા કરવામાં આવેલ. અતિથી વિશેષ તરીકે કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા ઉપસ્થિત રહેલ. સમગ્ર આયોજન સીતારામ અને બજરંગ સોસાયટીના પ્રમુખ તથા  શહેરી અનુ. જાતિના ઉપપ્રમુખ જયંતિભાઇ ધાંધલ (જે.ડી.) તથા વિશ્વકર્મા મંડળના કિશોરભાઇ પિત્રોડા દ્વારા કરવામાં આવ્યંુ. આ પ્રસંગે જાની અદા, સંજયભાઇ વ્યાસ, મોહનભાઇ સોલંકી, ગણેશભાઇ માલી, નવીનભાઇ મિસ્ત્રી, સુરેશભાઇ માલવી, મંજુબેન પંચાલ, રમીલાબેન, ભાનુબેન ધાધલ, જાગૃતિબેન મિસ્ત્રી, મુકતાબેન માલી, ગંગામાં સોલંકી, હિમા ફાઉન્ડેશન ટ્રસ્ટના ડો. શૈલેષભાઇ વસાણી, મયુરીબેન જોષી, ડો.વિપુલ પંચાલ (ડેન્ટીસ), અભયભાઇ, ભાર્ગવભાઇ, ધર્મિષ્ઠાબેન મોરી તથા બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.આ  કેમ્પમાં હિમા ફાઉન્ડેશન ટ્રસ્ટના ડોકટરો દ્વારા ર૦૮ લાભાર્થીઓને ચેકઅપ કરી, વિનામુલ્યે મેડીસીન આપેેલ. (૨૨.૬)

(4:09 pm IST)