News of Friday, 9th March 2018

રાજકોટ તરફ ધકેલાતુ નર્મદાનું પાણીઃ બે દિ'માં આજી ડેમ ભરાવા લાગશે

શહેરીજનોને ઉનાળો હેમખેમ પાર કરાવવા માટે ખાસ પાઇપ લાઇન યોજનાથી ડેમ ભરવાની મંજુરીઃ હાલ આજીની સપાટી ૧૬.૭૦ ફુટઃ ૧૫ એપ્રિલ સુધીનું પાણી છે, ૧૫ જુલાઇ સુધી પીવાના પાણીની મુશ્કેલી ન પડે તેવું આયોજનઃ પખવાડિયામાં ૫૦૦ એમ.સી.એફ.ટી. (૧૪ અબજ લીટર) પાણી ઠાલવાશેઃ આઠેક ફુટની સપાટી વધશે

રાજકોટ, તા. ૯ : રાજય સરકારે શહેરની જીવાદોરી સમાન આજી-૧ ડેમ (ભાવનગર રોડ)ને સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી ભરવાની મંજુરી આપતા તે દિશામાં કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. રાજકોટ માટ ર૦૧૭ના વર્ષમાં બનાવાયેલ ખાસ પાઇપ લાઇન યોજના મારફતે બે દિવસમાં જ આજી ડેમમાં પાણી ઠાલવવાનું શરૂ થશે. હાલ શહેરમાં દરરોજ ર૦ મીનીટ વિતરણ મુજબ ૧પ એપ્રિલ સુધી ચાલે તેટલું પાણી છે. સરકાર ૧પ જુલાઇ સુધીની વ્યવસ્થા કરવા માંગે છે. હાલ આજી ડેમની સપાટી ૧૬.૭૦ ફૂટ છે. કુલ સપાટી ર૯ ફુટની છે. પાઇપ લાઇનથી પ૦૦ એમ.સી.એફ.ટી. પાણી ડેમમાં ઠાલવવાનું આયોજન (૧ એમ.સી.એફ.ટી. એટલે બે કરોડ, તિયાંસી લાખ, વીસ હજાર લીટર)

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં પાણીકાપ નહિ મૂકાય તેવું વચન આપેલ તે વચનને સાર્થક કરવા સરકારે નર્મદાના નીરથી આજી ડેમ ભરવાની મંજુરી આપી છે. ધોળીધજા ડેમ ખાતેથી રાજકોટ માટે આજે પાણી ઉપાડવાનું શરૂ થઇ રહ્યું છે. કોઇ અણધારી ટેકનીકલ મુશ્કેલી ન સર્જાયતો બે દિવસમાં જ પાણી રાજકોટ પહોંચી જશે. એક પખવાડિયામાં પ૦૦ એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવાની સરકારની કલ્પના છે. તેનાથી આજીડેમની સપાટી આઠેક ફૂટ ઉંચી આવવાની ધારણા છે.આજી ડેમ સૌની યોજના સાથે જોડાયા બાદ ગયા ચોમાસા પૂર્વે તેમાં પાઇપ લાઇનથી ૧૪ ફુટ પાણી ઠાલવાયેલ બાકીનું ૧પ ફુટ પાણી વરસાદથી આવતા ડેમ આખો ભરાઇ ગયેલ. વપરાશ અને બાષ્પીભવનથી સપાટી દ્વારા ૧૬.૭૦ ફુટે પહોંચી છે. પાઇપ લાઇનથી નર્મદાના નીર આવતા આજીડેમની સપાટી વધશે. રાજકોટને આવતા ચોમાસા સુધી હાલના ધોરણે પાણી મળતું રહેશે.

(4:06 pm IST)
  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST