Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી બે દિ'માં ૮૯ કેબીન, રેકડી - અન્ય ચીજવસ્તુના દબાણો હટાવાયા

રાજકોટ તા. ૯ : કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી, ૮૯ કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૨૩૩ કિલો શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરવાની તેમજ ૨૨ હજાર વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. 

આ અંગે તંત્રની સત્તાવાર માહિતી મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૩૭ રેંકડી-કેબીનો ધરાર માર્કેટ, લાખાજીરાજ રોડ, શા સ્ત્રીમેદાન રોડ, જામનગર રોડ, આનંદ બંગલા ચોક, રૈયા રોડ, મવડી હો. ઝોન, મવડી રોડ, આજીડેમ ચોકડી, માંડા ડુંગર, ગુણાતીત નગર, રેસકોર્ષ રીંગ રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૫૨ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે આનંદ બંગલા ચોક, રૈયા રોડ, મવડી હો. ઝોન, ગુણાતીત નગર, ભૂતખાના ચોક, ટાગોર રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૭૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, અને ભકિતનગર સર્કલ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૬૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ. ૨૨,૦૦૦ વહીવટી ચાર્જ કસ્તુરબા રોડ, ઢેબર રોડ, કૃષ્ણનગર રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ, યાજ્ઞિક રોડ, જામટાવર, મોટી ટાંકી, ભાવનગર રોડ, ટાગોર રોડ, ભકિતનગર સર્કલ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ ૦૨ હોકર્સ ઝોન માંડા ડુંગર અને ધરાર માર્કેટ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.(૨૧.૪૦)

(4:06 pm IST)