Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કાયદાભવન દ્વારા ડાયનેમીક કેરીયર્સ ફોર લો સ્ટુડન્ટસ વિકલ્પ વર્કશોપ યોજાયો

'રાજકોટ, તા. ૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કાયદા ભવનનાં સેમેસ્ટર-રના વિદ્યાર્થીઓ દ્વારા 'ડાયનેમિક કેરીયર્સ ફોર લો યુનિવર્સિટી વિશે વર્કશોપનું આયોજન થયું. જેમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU), ગાંધીનગરના વિદ્યાર્થીઓ, અક્ષત કુમાર અને અભિષેક વ્યાસ કે જેમના દ્વારા 'સોશ્યલી કનેકટેડ' (SoCo) નામનું NGO ચલાવવામાં આવે છે તેઓનો સહયોગ પ્રાપ્ત થયેલ.

વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે અધિક કમિશનરશ્રી કેન્દ્રીય GST રાજકોટ આર. કે. ચંદન અધિક્ષક કેન્દ્રીય GST જામનગર કે.સી. કુંડલીયા જાણીતા સીનીયર અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી નરેશભાઇ સિનરોજા તથા પ્રેર્સિીડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ શિવલાલભાઇ બારસિયા હાજર રહ્યા.

વર્કશોપમાં રાજકોટ જિલ્લાનાી કાયદાનો અભ્યાસક્રમ ચાલતી કાયાદની કોલેજના ૧પ૦ થી વધુ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ અને પ્રોફેસરો હાજર રહ્યા હતા. આર. કે. ચંદન દ્વારા વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ રાખી જીવનમાં આગળ કઇ રીતે વધવુ તે બાબતની સમજ આપી હતી. કે.સી. કુંડલીયા દ્વાર વિદ્યાર્થીઓને ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (GST)માં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટેનું માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

નરેશભાઇ સિનરોજા દ્વારા પોતાના જીવનનો ૪પ વર્ષનો કાયદાશાસ્ત્રી અનુભવ થકી કાયદાશાસ્ત્રમાં ઉંડી સફળતા કઇ રીતે મેળવવી તેનું પુરતું જ્ઞાન પુરૂ પાડયું હતું.

શિવલાલભાઇએ અત્યારના સમય પ્રમાણે જરૂરી પ્રેકટીકલ જ્ઞાન પ્રાપ્ત કરી જે તે વિષયમાં નિષ્ણાંત બનવાની સલાહ આપી હતી. આનંદભાઇ મીરાણી એ ઇમ્પોર્ટ/એકસપોર્ટમાં કારકિર્દી કઇ રીતે બનાવી શકાય તેની માહિતી આપી હતી.

હરિવંદના લો કોલેજ, રાજકોટના આચાર્ય પૂર્વીબેન દ્વારા વિદ્યાર્થીઓને કાયદા શાસ્ત્રમાં વધુમાં વધુ ઉંડાણ પૂર્વક રસ દાખવી ઉચ્ચ કારકિર્દી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડી હતી.

સાથે સાથે GNLU ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને આર.સી. પ્રસાદ દ્વારા કાયદા વિભાગમાં જુદા જુદા ૩૦ થી વધુ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે તેમ છે તેવી રસપ્રદ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર આપી તેમનાી મુંજવણ દૂર કરી હતી.

કાયદા ભવન એલએલએમ સેમેસ્ટર-રના વિદ્યાર્થીઓજ જય જસાણી દ્વારા આઇપીઆરના વિષય ઉપર નેહપાલ સિંહ દ્વારા બેન્કીંગ  એન્ડ ઇન્સ્યોરન્સના વિષય પર તથા ગાર્ગીબેન ઠાકર દ્વારા લેબર લોના વિષય ઉપરના ક્ષેત્રોમાં કારકિર્દી ઘડી શકયા તેની સમજ આપી હતી.

કાયદા ભવનમાં રાખેલ Wall Magazine ઉપર LL.M સેમેસ્ટર-રના હેમાંગી પાનસુરીયા, કૃપાલી જીંદાણી, શિવાની દવે અને પરાગ અઘેરા દ્વારા કેરીયર ફી નું કાલ્પનિક વૃક્ષ બનાવીને વિદ્યાર્થીઓને કાયદા ક્ષેત્રમાં કયાં કયાં કારકિર્દી બનાવી શકાય તેવી રૂચીસભર રસપ્રદ માહિતી પુરી પાડી હતી.

વર્કશોપને સફળ બનાવવા માટે કાયદા ભવનના પ્રોફેસર આનંદ વિદ્યાર્થી તેમજ તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય અબકારી અધિક્ષક આર.સી. પ્રસાદ તથા એલએલએમ સેમેસ્ટર-રના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. (૯.૧૦)

(2:25 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST