Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

લોધીકાના ચીભડા ગામમાં પાણીની મોટરના તારથી ત્રણ રાજસ્થાની મજૂરને કરંટ લાગ્યો

રમેશ ભાટી, તેના ભાભી અને ભાભીને બહેનને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા.૯: લોધીકાના ચીભડા ગામમાં બાબુભાઇ વેકરીયાની વાડીમાં કૂવો ખોદવાની મજૂરી કરવા આવેલા રાજસ્થાની યુવાન અને તેના ભાભી સહિત ત્રણને પાણીની મોટરના તારથી વિજકરંટ લાગતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.બાબુભાઇની વાડીમાં કૂવો ખોદવાનું કામ ચાલુ હોઇ સાંજે કામ પુરૂ કર્યા બાદ રાજસ્થાની મજૂર રમેશ અનુતરામ ભાટી (ઉ.૨૨), તેના ભાભી પુજા બબલુભાઇ ભાટી (ઉ.૨૫) અને ભાભીની બહેન નૈતા મીટુભાઇ ભાટી (ઉ.૨૩) રૂમ નજીક બેઠા હોઇ બાજુમાંથી મોટરનો તાર પસાર થતો હોઇ એ તાર રમેશ દૂર કરવા જતાં કરંટ લાગતાં તાર ફેંકતા તેના ભાભી અને તેણીની બહેનને પણ ઝાટકા લાગ્યા હતાં. હોસ્પિટલ ચોકીના પ્રમોદભાઇ જોષી અને રવિભાઇ ગઢવીએ કાગળો કરી લોધીકા પોલીસને જાણ કરી હતી.

કોટડા સાંગાણીમાં વિશાલ દાફડા પર હુમલો

કોટડા સાંગાણીમાં રહેતો વિશાલભાઇ ભવાનભાઇ દાફડા (ઉ.૪૦) સાંજે પોતાની વાડીએ હતો ત્યારે જગદીશ હીરાભાઇ દાફડાએ આવી ધોકાથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.  પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(2:23 pm IST)