Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ડેરીની ચૂંટણીમાં અરવિંદ તાળાએ 'તાળુ' લગાડાવ્યું

રાજકોટ, તા. ૯ : જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેનની આજે યોજાયેલ ચૂંટણીમાં ડેરીના જ કેટલાક સભ્યો વર્તમાન ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાની સામે આવી જતા ચૂંટણીમાં શાસક જુથ માટે પડકાર ઉભો થઇ ગયેલ આજે ચૂંટણી થાય એના કરતા ન થાય તે પાર્ટી અને સહકારી ક્ષેત્રના હિતમાં જણાતા જિલ્લા બેન્કના ડીરેકટર અરવિંદ તાળા ગઇકાલે જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયાને સાથે રાખીને ગાંધીનગર દોડી ગયેલ. ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા ત્યાં અગાઉથી પહોંચી ગયેલ સરકારના મોભીઓને વાસ્તવિકતા સમજાવી વહીવટી તંત્ર મારફતે આજની ચૂંટણી પાછી ઠેલવામાં સફળતા મેળવેલ. હવે નવેસરથી સમય મળતા શ્રી રાણપરિયાને ફરીથી ચેરમેન બનાવવાની કવાયત તેમણે શરૂ કરી છે. અરવિંદ તાળાની દોડધામ અને યોજના સફળ થતા ડેરીના શાસક જુથને રાહત થઇ છે.

(12:56 pm IST)