News of Friday, 9th March 2018

લેણા નીકળતાં રૂ.પાંચ હજારની ઉઘરાણી કરતાં મહેશગીરી ગોસ્વામીને પાઇપના ઘાઃ હાથ ભાંગ્યો

નાના મવાના બાવાજી આધેડ રાત્રે લક્ષ્મીનગરમાં કેબલનું કામ કરતાં હતાં ત્યારે દેવનગરનો હિતેશ રાઠોડ, તેનો ભાઇ બુધો અને સન્ની તૂટી પડ્યા

રાજકોટ તા.૯: નાના મવા ત્રણ માળીયા કાવર્ટર નં. ૧૬/૧માં રહેતાં અને કેબલ કનેકશનનો ધંધો કરતાં બાવાજી આધેડ મહેશગીરી રૂગાનાથગીરી ગોસ્વામી (ઉ.૪૫)એ પોતાના લેણા નીકળતા પૈસાની ઉઘરાણી કરતાં દેવનગરના બે ભાઇઓ અને સાથેના શખ્સે પાઇપથી હુમલો કરી હાથ ભાંગી નાંખતા અને ગાલ પર ઝાપટો મારતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

મહેશગીરી ગોસ્વામી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં માલવીયાનગરના પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહે તેની ફરિયાદ પરથી દેવનગરના હિતેશ મુકેશભાઇ રાઠોડ, બુધો મુકેશભાઇ રાઠોડ અને સન્ની નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

મહેશગીરીના કહેવા મુજબ પોતે રાત્રે સાડા નવેક વાગ્યે લક્ષ્મીનગરમાં કેબલનું કામ પતાવી મિત્ર જીજ્ઞેશનું એકસેસ લઇ ઘરી જઇ રહ્યા હતાં ત્યારે દેવનગર-૧ના ખુણે પહોંચતા હિતેષ રાઠોડ ભેગો થઇ જતાં તેની પાસેથી રૂ. ૫ હજાર લેવાના થતાં હોઇ તેની ઉઘરાણી કરતાં તેણે કલાક-દોઢ કલાકમાં આપણે ભેગા થઇશું તેવી વાત કરી હતી. બાદમાં પોતે રાત્રે અગિયારેક વાગ્યે લક્ષ્મીનગર-૮માં કેબલના કામે જતાં હિતેષ, તેનો ભાઇ બુધો અને સન્ની આવ્યા હતાં અને અચાનક જ કંઇ વાતચીત કર્યા વગર પાઇપથી હુમલો કરી ત્રણ ચાર ફડાકા મારી દીધા હતાં. માણસો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં.

હુમલા બાદ મહેશગીરીએ પોતાના ભાઇ હિમતગીરીને જાણ કરતાં તેણે હોસ્પિટલે ખસેડ્યા હતાં. એકસ-રે રિપોર્ટમાં જમણો હાથ ભાંગી ગયાનું નિદાન થયું હતું. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી કરી છે.

(11:36 am IST)
  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST