Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

નાના મવામાં ભંગારની ફેરીમાં નીકળેલા કિશન અને સુરેશ દેવીપૂજકની ધોલધપાટ

પસ્તીનો વજન ઓછો કરો છો...તેમ કહી હુમલો કરાયો

રાજકોટ તા. ૯: નાના મવામાં રહેતાં અને રેંકડીમાં ભંગાર-પસ્તીની ફેરી કરતાં કિશન નારણભાઇ વઢીયારા (દેવીપૂજક) (ઉ.૨૮) અને સુરેશ જયંતિભાઇ વાઘેલા (ઉ.૧૫)ને નાના મવાની ગાંધી સ્કૂલ પાસે હતાં ત્યારે પાંચ-છ જણાએ ઢીકા-પાટુ અને પાઇપ-ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. કિશનના સગા ઇશ્વરભાઇ વાઘેલાના કહેવા મુજબ બંને રેંકડી લઇ ભંગાર-પસ્તીની ફેરી કરવા ગયા ત્યારે એપાર્ટમેન્ટમાં રહેતાં લોકોએ તમે પસ્તીનો વજન ઓછો કરો છો...તેમ કહી ઝઘડો કર્યા બાદ મારકુટ કરી હતી.

સાધુ વાસવાણી રોડ પર સૂરજ પર ધોકાવાળી

નાણાવટી ચોક પરમેશ્વર ૨૫ વારીયામાં રહેતો સૂરજ જેઠાજી ગહલોૈત (ઉ.૩૧) સાંજે સાધુ વાસવાણી રોડ પર આર.એમ.સી. કવાર્ટર પાસે હતો ત્યારે નિરવ પટેલે ધોકાથી માર મારતાં સિવિલમાં દાખલ થયો હતો. પોલીસ ફરિયાદ નોંંધે એ પહેલા જતો રહ્યો હતો.

ખોડિયારનગરમાં રહિમને ભાણેજે પાઇપથી માર માર્યો

ખોડીયારનગર-૧૬માં રહેતો અને કારખાનામાં મજૂરી કરતો રહિમ નામોરીભાઇ અભેસોરા (ઉ.૨૬) રાત્રે ગોવર્ધન ચોકમાં ફાકી ખાવા ગયો ત્યારે ભાણેજ ઇલ્યાસે મશ્કરી બાબતે પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી.

(11:35 am IST)
  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂત દેશ છોડીને ભાગી ગયા હોવાના રિપોર્ટ વહેતા થયા હતા, જો કે વેણુગોપાલે કહ્યું કે ‘આ માત્ર અફવા છે હું ભારતમાં જ છું અને દેશ છોડીને જવાનો મારો કોઇ ઇરાદો પણ નથી. હું અહ્યાં ખુશ છું અને છેલ્લા 5 વર્ષથી દેશની બહાર ગયો પણ નથી.’ ઉલ્લેખનીય છે કે વિડિયોકોન પર 20,000 કરોડનો કરજો છે. access_time 4:50 pm IST