Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મહીલા આર્ટીસ્ટોની કલાથી રાજકોટનો રાજમહેલ શોભી ઉઠયો

જુદા જુદા શહેરોના ૨૨૨ કલાકારોના ચિત્રો પ્રદર્શીત : ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ અને લીમ્કામાં નોંધ લેવાશે

રાજકોટ : વિશ્વ મહિલા દિવસ નિમિતે મહિલાઓની કલાને પ્રોત્સાહીત કરવાના ઉદેશ્યથીસુરક્ષા સેતુ અને નારી શકિત ટ્રસ્ટ દ્વારા રાજકોટના યુવરાણી શ્રી કાદમ્બરી દેવીના રાજમહેલની ગેલેરીમાં મહિલા આર્ટીસ્ટોના ફોટા અને ચિત્રોનું એક પ્રદર્શન આજથી ત્રણ દિવસ માટે પ્રારંભ થયો છે. જેમાં ૨૦ વર્ષથી લઇને ૬૫ વર્ષ સુધીની મહીલાઓ ભાગ લઇ રહી છે. ગુજરાતભરના જુદા જુદા શહેરોમાંથી ૨૨૨ મહિલા કલાકારો પોતાની કલા પ્રદર્શીત કરી છે. આ પ્રદર્શનની નોંધ ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડ અને લીમકા બુક ઓફ રેકોર્ડમાં નોંધ થશે. ભાગ લેનારને ૪૪ પેઇઝની મલ્ટીકલર બુકલેટ વિનામુલ્યે અપાશે. રાજકોટ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતના સહયોગથી યોજવામાં આવેલ આ પ્રદર્શન માટે નારી શકિત એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા ફોટોગ્રાફર ડો. અજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે. ત્રણ દિવસીય આ પ્રદર્શનને આજે શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે દિપપ્રગટાવી ખુલ્લુખ મુકાયુ હતુ.  તેમ સમયની તસ્વીર નજરે પડે છે. આ પ્રદર્શનમાં કલાસંઘ ભાવનગર અને સ્માર્ટ સીટી ચિત્રનગરી રાજકોટનો પણ સહયોગ મળેલ હોવાનું ડો. અજયસિંહ જાડેજા (મો.૯૮૨૪૨ ૩૭૭૨૪)ની યાદીમાં જણાવાયુ છે.

(4:46 pm IST)