Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દુઃખી રહેવા દરેકમાં ખામી શોધો, ખુશ રહેવા દરેકમાં ગુણ શોધોઃ પૂ.ધીરજમુનિ

પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં જયજિનેન્દ્ર દ્વાર નામકરણ વિધિ સંપન્ન

રાજકોટ,તા.૮: શ્રી હિંગવાલા લેન મોટા સંઘ- ઘાટકોપર ખાતે પૂ.ધીરગુરુદેવ તથા પૂ.નયનાજી મ.સ., પૂ.ઉર્વિશાજી મ.સ., પૂ.દેશનાજી મ.સ., પૂ.આરતીજી મ.સ.આદિ ઠાણાની ઉપસ્થિતિમાં ઉપાશ્રય નૂતનીકરણમાં 'જયજિનેન્દ્ર દ્વાર'ના લાભાર્થી ચંદનબેન ચીમનલાલ બદાણી તેમજ નીરૂબેન નવીનચંદ્ર બદાણી, હંસાબેન ચંદ્રકાંત પારેખનું સન્માન કિર્તીભાઈ કોઠારી, અનિલભાઈ સુતરીયા, વિનોદભાઈ લાખાણી, વિરેશભાઈ જસાણી, જયેશભાઈ ગાંધી વગેરેના હસ્તે કરાયા બાદ તકતી અનાવરણ વિધિ કરાયેલ.

આ પ્રસંગે ચતુર્વિધ કક્ષમાં ઉપધિ નામકરણનો લાભ શ્વેતાબેન સમીરભાઈ શાહ અને પારૂલબેન ઉર્વિશભાઈ વોરાએ લીધેલ.

પૂ.શ્રીધીરગુરુદેવે ધર્મસભાને જણાવેલ કે દુઃખી રહેવું હોય તો દરેકમાં ખામી શોધો અને ખુશ રહેવું હોય તો દરેકમાં ગુણને શોધો. મંત્રી છાયા કોટીચાએ ઋણ સ્વીકાર કરેલ.

પૂ.શ્રી ધીરગુરુદેવનું તા.૯ તથા ૧૦ ના કામાગલી પરમ સેવાધામ ખાતે અને તા.૧૧ના ગરોડીયાનગર ખાતે સવારે ૯:૩૦ કલાકે પ્રવચન યોજાશે. આગામી ચૈત્રી ઓળી પર્વ પ્રસંગે માટુંગા પધારશે. વિહાર જાણકારી માટે મો.૯૩૨૩૪ ૨૨૧૫૦નો સંપર્ક કરવો યાદીમાં જણાવાયું છે.

(4:43 pm IST)